ખ્યાતનામ કલાકારો દ્વારા ગીત, સંગીત, રાસ નૃત્ય, ભવાઈ સહિતના કાર્યક્રમની પ્રસ્તુતિ
સંગીત નાટક અકાદમી, નવી દિલ્હી દ્વારા શક્તિ ઉત્સવ ક્ષેણી અંતર્ગત શક્તિપીઠ અંબાજીના ચાચર ચોક ખાતે આયોજિત બે દિવસીય શકિત મહોત્સવ નો 14 મી એપ્રિલથી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે શભારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે કંકણા બેનર્જી, પશ્ચિમ બંગાળ દ્વારા હિન્દુસ્તાની ગીત સંગીત, નીતિશા નંદા, દિલ્હી દ્વારા ઓડિસી નૃત્ય, મહાકાળી ભવાઈ મંડળ, ગુજરાત દ્વારા ભવાઈ, પાંચાળ રાસ મંડળ, ગુજરાત દ્વારા રાસ પ્રસ્તુતિ અને પ્રસિદ્ધ ગાયક અરવિંદ બારોટ દ્વારા ગરબા ગીત જેવા ખૂબ જ ઉત્કૃષ્ટ કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
સંગીત નાટક અકાદમી દ્વારા આ પ્રસંગે પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રિકો આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. બે દિવસીય શકિત મહોત્સવ અંતર્ગત અંબાજી મંદિરને ભવ્ય રોશનીથી શુશોભિત કરવામાં આવ્યું છે.
સંગીત નાટક અકાદમી, નવી દિલ્હીના અધ્યક્ષશ્રી ડો.સંધ્યા પૂરેચા, ઉપાધ્યક્ષશ્રી જોરાવરસિંહ જાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, નિવાસી અધિક કલેક્ટરશ્રી શ્રી સી.પી.પટેલ તથા શ્રી અરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના વહીવટદારશ્રી અને અધિક કલેક્ટરશ્રી કૌશિક એસ. મોદી દ્વારા દીપ પ્રાગટય કરી મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી