Devotional

શક્તિપીઠ અંબાજી ખાતે સ્વયં સેવક સેવામાં ઊંઝાના જય અંબે પગપાળા સંઘે આપી સેવા

સ્વયં સેવક તરીકે વ્યક્તિગત તેમજ ગ્રુપની નોંધણી માટે મંદિરની ટેમ્પલ ઈન્સ્પેક્ટર કચેરીનો સંપર્ક કરવો

શક્તિપીઠ અંબાજીમાં જાહેર ઉત્સવો, પુનમ, આઠમ, રવિવારના દિવસે  ખુબ મોટી સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે પધારે છે. યાત્રિકો માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી સુચારું આયોજન માટે મંદિર ટ્રસ્ટ દ્વારા જરૂરી પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.જેના ભાગરૂપે જેઠ સુદ પુનમથી માતાજીના સ્વયં સેવકો તરીકેની સેવાનો શુભારંભ કરવામાં આવેલ છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી દ્વારા વિવિધ પદયાત્રિ સંઘો, સામાજીક સંગઠનોને આ સમાજસેવાના ઉમદા કાર્યમાં જોડાવા અપીલ કરવામાં આવેલ તેમજ તા. ૨૨/૦૬/૨૦૨૪ થી માતાજીના સ્વયં સેવકો દ્રારા સેવાનો પ્રારંભ કરવામાં આવેલ છે. અગાઉ કરવામાં આવેલ આ મુજબની વ્યવસ્થા અને સહકારથી યાત્રિકો તરફથી ખુબ જ સારો પ્રતિસાદ મળેલ છે. સ્વયં સેવકો દ્રારા પોતાના કર્મયોગને સંસ્કૃતિ અને ધર્મની સાથે જોડવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે . સમાજના તમામ લોકોને ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડવા અને સૌના સાથ થકી ઉત્કૃષ્ટ વ્યવસ્થા ઉપલબ્ધ કરવા પ્રયત્નો કરવામાં આવી રહેલ છે

તા. 7 જુલાઈ રવિવારને આષાઢી બીજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને ગુપ્ત નવરાત્રિના પાવન પર્વની સમગ્ર દેશમાં હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી. યાત્રાધામ અંબાજીમાં અષાઢી બીજના પવિત્ર પર્વે મોટી સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થે ઉમટયા હતા. જેમાં જય અંબે પગપાળા સંઘ ઉંઝાના રમેશભાઇ પટેલ અને તેમની ટીમના ૪૦ જેટલા સ્વયં સેવકોએ અંબાજી ખાતે અંબિકા ભોજનાલય, દર્શન વ્યવસ્થા, પીવાના પાણીના સ્ટેન્ડ, પાર્કિંગ વગેરે સ્થળોએ સેવા અર્પણ કરી સ્વયં સેવાનો લાભ લીધો હતો. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્રારા આ સ્વયં સેવકોને આવકારવામાં આવ્યા હતા.

અંબાજી મંદિરમાં માતાજીના સ્વયં સેવક તરીકે નોંધાવા માગતા ભક્તોએ અંબાજી મંદિરની ટેમ્પલ ઈન્સ્પેક્ટર કચેરી, મોબાઈલ નંબર ૮૭૯૯૬ ૦૦૮૯૦ ( ૦૨૭૪૯ -૨૬૨૨૩૬) ઈ મેલ [email protected] ઉપર સંપર્ક કરવા વિનંતી છે.

સ્વયં સેવક તરીકે વ્યક્તિગત તેમજ ગ્રુપની નોંધણી કરવામાં આવે છે. સ્વયં સેવક તરીકે નોંધાવા માગતા ભક્તો આ અંગેનું નોંધણી ફોર્મ ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરીથી મેળવી શકશે. આ ફોર્મ ભરીને અંબાજી મંદિરની ટેમ્પલ ઈન્સ્પેક્ટર કચેરી ખાતે મોકલી આપવાનું રહેશે એમ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક મોદીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ટેન્ડર પર ચલાવવા આપેલ સુલભ શૌચાલય ના સંચાલકો ની મનમાની…..

મંદિર દ્વારા નક્કી કરાયેલ ભાવ પત્રક વિરુદ્ધ યાત્રિકો પાસે થી લેવાઈ રહ્યા છે…

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા વર્ષ ૨૦૨૫નું કેલેન્ડર પ્રસારિત કરાયું

અંબાજી, સંજીવ રાજપૂત: લોકોને વિવિધ મેળાઓ, તહેવારો અને ખાસ દિવસોની માહિતી મળી રહે…

અંબાજીના મુખ્ય બજારમા ગેર કાયદેસર ફટાકડાની લારીઓ ખુલ્લી… હપ્તામા મોતનો તમાશો જોઈ રહયો છે તંત્ર

શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ તીર્થને સરસ્વતી નગરી તરીકે…

રામ કાર્યમાં જોડાય તે વંદનીય છે: મોરારિબાપુ કાકીડી રામકથા દરમિયાન બાપુએ જીવનના સંસ્મરણો વાગોળ્યાં

મહુવા તાલુકાના કાકિડી ગામે શનિવારથી આરંભાયેલી રામકથા યાત્રા એ આજે બીજા દિવસમાં…

1 of 15

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *