દર વર્ષે શારદીય નવરાત્રિ બાદ પૂનમ ની રાત્રે મંદિર ખાતે દૂધ – પૌંઆ અને રાસ ગરબા નું થાય છે આયોજન …..
મધ્ય રાત્રિ ની આરતી માં મોટા પ્રમાણ માં માઈ ભકતો જોડાયા……
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ શરદ પૂનમ ની રાત્રિએ અંબાજી મંદિર માં કપૂર આરતી અને દૂધ પૌઆ નું આયોજન કરાયું હતું.જેમાં મોટા પ્રમાણ માં માઈ ભક્તોએ ભાગ લીધો હતો.
અંબાજી મંદિર ની પ્રથા મુજબ દર વર્ષે શારદીય નવરાત્રી બાદ પૂનમ ની રાત્રે મંદિર ના ચાચર ચોક માં રાસ ગરબા અને દૂધ પૌઆ ની પ્રસાદી વિતરણ નો કાર્યક્રમ યોજાય છે.પરંતુ આ વખતે તિથિ માં વધ – ઘટ હોવા ના લીધે પૂનમ તિથિ આજ રોજ બપોર ના સુમારે શરૂ થતી હોવા થી મુખ્યત્વે પૂનમ ની રાત ના ચંદ્ર પ્રકાશ નું અનેરું મહત્વ હોઈ કપૂર આરતી અને દૂધ પૌઆ ના પ્રસાદી વિતરણ કાર્યક્રમ આજે તા.૧૬ ની રાત્રિ એ રખાયો હતો .જ્યારે દર વર્ષ ની જેમ આયોજિત થતા રાસ ગરબા આવતી કાલ તા.૧૭ ઓકટોબર ની રાત્રી એ યોજાશે.
રિપોર્ટર… અમિત પટેલ અંબાજી