Devotional

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા વર્ષ ૨૦૨૫નું કેલેન્ડર પ્રસારિત કરાયું

અંબાજી, સંજીવ રાજપૂત: લોકોને વિવિધ મેળાઓ, તહેવારો અને ખાસ દિવસોની માહિતી મળી રહે તે હેતુથી અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક મોદીના વરદ હસ્તે શક્તિપીઠ અંબાજી મંદિરનું વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરનું વિમોચન કરાયું હતું.

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરમાં વર્ષ દરમિયાન ઉજવાતા વિવિધ તહેવારો, પુનમો, આઠમો વગેરેની વિસ્તૃત વિગત સામેલ કરવામાં આવી છે. આગામી સમયમાં મંદિર ટ્રસ્ટમાં ધાર્મિક થીમ ઉપર ડાયરી અને ટેબલ કેલેન્ડર વિતરણ માટે મૂકવામાં આવશે.

અંબાજી મંદિરના ધાર્મિક વેચાણ કેન્દ્ર ઉપર આ કેલેન્ડરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તથા શક્તિ દ્વારની બાજુમાં વી.આઈ.પી પ્લાઝા અને ગબ્બર ખાતે પણ આ કેલેન્ડરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

આજના આ વિમોચનમાં મંદિર ટ્રસ્ટના વહીવટદાર તથા મંદિર ટ્રસ્ટના એસ્ટેટ ઓફિસર પાયલબેન પટેલ અને ટ્રસ્ટના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આગામી તા.15 થી 17 એપ્રિલ દરમિયાન અંબાજી ગબ્બર ટોચ,૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ તથા રોપ -વેની સુવિધા બંધ રખાશે

મધમાખી (મધપુડા) દૂર કરવાની કામગીરી અંતર્ગત યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *