શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર “તા.૩૦/૦૪/૨૦૨૫ વૈશાખ સુદ-૩ (ત્રીજ) થી તા.૨૬/૦૬/૨૦૨૫ ને અષાઢ સુદ-૧ (એકમ)” સુધી માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.
જેમાં આરતી સવારે ૦૭:૦૦ થી ૦૭:૩૦, દર્શન સવારે ૦૭:૩૦ થી ૧૦:૪૫, રાજભોગ આરતી ૧૨:૩૦ થી ૧:૦૦, દર્શન બપોર ૦૧:૦૦ થી ૦૪:૩૦, આરતી સાંજે ૦૭:૦૦ થી ૦૭:૩૦, દર્શન સાંજે ૦૭:૩૦ થી ૦૯:૦૦ વાગ્યા સુધીનો સમય રહેશે. તા.૩૦/૦૪/૨૦૨૫ થી તા.૨૬/૦૬/૨૦૨૫ સુધી માતાજીનો અન્નકુટ થઈ શકશે નહિ. મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર જનતાને નોંધ લેવા વિનંતી કરાઈ છે.