શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી ખાતે આવેલો એસટી ડેપો આખા ગુજરાતનો બોર્ડર વાળો ડેપો છે.હાલમાં ભારે ગરમી પડી રહી છે.આજરોજ અંબાજી ડેપો ખાતે હાલ માં પડી રહેલ કાળઝાળ ગરમીના પ્રકોપ થી મુક્તિ મળે તે ઉદ્દેશ્યથી કર્મચારીઓ માટે 2 દિવસ અગાઉ ORS પેકેટ વિતરણ કરવામાં આવેલ, પરંતુ ગરમીના પ્રમાણ ને જોતા માત્ર કર્મચારીઓ જ નહિ,
પરંતુ જાહેર જનતા જે નિગમ નું હૃદય છે એ પણ આવી કાળઝાળ ગરમીમાં રાહત મેળવી શકે એવા ઉમદા વિચારને અમલ માં મૂકતા આજરોજ અંબાજી એસ.ટી ડેપોના ત્રણે માન્ય યુનિયન ના પ્રતિનિધિઓ શ્રી અનેશસિંહ ચાવડા (પ્રમુખ શ્રી પાલનપુર વિભાગ), રાજેન્દ્રસિંહ દિયોલ યુનિટ મંત્રી મજૂર મહાજન યુનિયન, અરવિંદસિંહ ચાવડા, યુનિટ મંત્રી BMS, તેજસિંહ સોલંકી, યુનિટમંત્રી, કર્મચારી મંડળ અને લાયન્સ ક્લબ અંબાજી ના સાથ સહકાર થકી અંબાજી એસ.ટી ડેપો માં આવનાર તમામ મુસાફર જનતા માટે તેમજ આસપાસ ના વ્યાપારી મિત્રો માટે આશરે 300 લીટર જેવી ઠંડી છાસ નું વિતરણ કરવામાં આવ્યું જેથી કરી હાલ માં પડી રહેલ ગરમીના પ્રકોપ માંથી મુસાફર જનતા, કર્મચારીઓ અને આસપાસ ના વ્યાપારી મિત્રો ને રાહત મળી શકે આ સફળ કાર્યક્રમ માટે અંબાજી એસ.ટી ડેપોમેનેજર રઘુવીરસિંહ દ્વારા તમામ નો આભાર વ્યકત કરી આ કાર્યક્રમ માં સક્રિય રહી આ વિતરણ કાર્યક્રમ ને સફળ બનાવેલ.
અંબાજી પ્રહલાદ પૂજારી.