અંબાજી એસટી ડેપો ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું ગુજરાતનું સૌથી છેલ્લું બસ ડેપો છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં સફાઈ અભિયાન ચાલી રહ્યા છે ત્યારે અંબાજી એસટી ડેપો ખાતે પણ અવારનવાર સ્વછતા અભિયાન ઝુંબેશને પ્રાથમિકતા આપવા માટે પણ સફાઇ કાર્યક્રમ થતા હોય છે જે થકી કામગીરી કરી સફાઈને અગ્રીમતા આપવામાં આવી રહેલ છે, ત્યારે હાલ માં પાલનપુર વિભાગના વિભાગીય નિયામક શ્રી ના સતત માર્ગદર્શન અને દિશા નિર્દેશ અનુસાર હાલ માં તા – 22.6.24 અને 23.6.24 ના રોજ ફરી એકવાર સઘન સફાઈ ઝુંબેશ બાબત ની સૂચના અનુસાર અંબાજી ડેપો ખાતે પણ સતત બે દિવસ સુધી સઘન સફાઈ કાર્યક્રમ યોજાયો
જેમાં તમામ બસોની સફાઈ, બસોના કાચ અને મુસાફર કાચની સફાઈ, બસ સ્ટેશનની સફાઈ, ડેપો વર્કશોપ ની સફાઈને એક ઝુંબેશની જેમ ઉપાડી સફાઈ કર્મવીરો દ્વારા ડેપો મેનેજર અંબાજી રઘુવિરસિંહ અને સ્ટાફ દ્વારા સતત મોનીટરીંગ કરી અને આ સફાઈ કામગીરી કરી ડેપો અને બસ સ્ટેશનમાં ખૂબ સરસ અને ઊડીને આંખે વળગે તેવી સફાઈ કરવામાં આવેલ.વધુમાં સતત સફાઈ કાર્યક્રમ ચાલુ રાખી મુસાફર જનતાને વધુમાં વધુ સારી અને સ્વચ્છ બસોમાં મુસાફરીનો લાભ મળે અને મુસાફર જનતાની લાગણી પણ નિગમ સાથે જોડાય અને તેમની જાગૃતતા થકી ખરેખર સફાઈ અભિયાન સફળ બને તે દિશામાં સતત પ્રયત્ન કરી સફાઈ ની આ જૂંબેશ સતત ચાલે એવું આયોજન કરેલ છે.
અંબાજી પ્રહલાદ પૂજારી