અંબાજી થી ગબ્બર જવાના માર્ગ પર 20 જેટલા સ્ટ્રીટ લાઈટોના પોલ માત્ર ભાદરવી પૂનમએ જ ચાલુ રહેતા હતાને પછી બંધ થઈ જતા હતા, આ કારણે અંબાજી -ગબ્બર માર્ગ પર અનેક પ્રકારે હેરાનગતીનો સામનો લોકોને કરવો પડતો હતો, તેમાં મોબાઈલ સ્કેચિંગ , છાટકા બનીને ફરતા સામાજિક તત્વોને અંધારાના કારણે મોકળું મેદાન મળતું હતું, ફોર લેન હાઇવે ઉપર ભારે તકલીફ પડતી હતી
આ માર્ગ પર લક્ઝરી બસોમાં પણ યાત્રિકોને ચોરીનો ડર રહેતો હતો પણ આ સ્ટ્રીટ લાઈટો ફરીથી ચાલુ કરાતા અનેક લોકોને રાહત મળી છે,એટલું જ નહીં આ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવી છે અને ફરી બંધ ન થાય તેવી માંગ પણ કરાઈ રહી છે ,આ સ્ટ્રીટ લાઈટ ચાલું રહેતા અંબાજી ધામનું આકર્ષણ સાથે સુરક્ષા પણ મળે છે ,ને અસામાજિક તત્વોને જે લાભ મળે છે તેનાથી પણ લોકોને મુક્તિ મળશે આ સ્ટ્રીટ લાઈટ કાયમી માટે ચાલુ રહે તેવી માંગ કરાઈ રહી છે.
અંબાજી પ્રહલાદ પૂજારી