Devotional

લોક અને શ્લોક વચનનું સંમિલન એટલે રામરાજ્ય :મોરારિબાપુ 966 મી રામકથા,રામ વનગમન યાત્રા અયોધ્યામાં 4 નવેમ્બરે વિરામ પામી

અવધ ધામ (તખુભાઈ સાંડસુર દ્વારા)
પ્રભુ શ્રીરામ જે અવતાર કાર્ય માટે આ ધરતી ઉપર પધારે છે તે અવધ ધામ આજે 4 નવેમ્બર મંગળવારના રોજ રામ વનગમનયાત્રાના વિરામ સાથે પાવન થવાનો વધુ એક અવસર ઉભું કરી શક્યું હતું. પુ. મોરારિબાપુના વ્યાસાસને યોજાયેલી કથાઓના ક્રમમાં કેટલીક અતિ શિષ્ટ અને વિશિષ્ટ એવી રામકથાઓના ઐતિહાસિક પુષ્પોમાં જેની ગણના થવાની છે તેવી એક રામકથા “માનસ રામયાત્રા” લંકાથી સીધી અયોધ્યા આવી પહોંચી હતી.દિવસોના ક્રમનો 11 મો દિવસ અને કથાનો 9મો દિવસ અંતિમ દિવસ તરીકે આજે મંગળવારના રોજ રામના રાજ્યાભિષેકથી અવધધામમાં ઉત્સવિત થયો હતો.

યાદ રહે કે આ રામયાત્રા ભગવાન શ્રીરામના વનગમનના પગલે પગલે એ બિંદુઓને એ પવિત્ર પદચિન્હોને સ્પર્શ કરવા અને વંદના કરવા ટ્રેન અને હવાઈ માર્ગે અલગ અલગ સ્થાનોએ પહોંચીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.જો કે બાપુ હંમેશા કોઈ કીર્તિમાનો માટે કે વિક્રમ માટે આ પ્રકારના ઉપક્રમોની રચના કરતા નથી પરંતુ ત્રિભુનીય સંદેશાઓ તેમના હૃદયમાં જીલાઈ છે અને એક પવિત્ર, પ્રવાહી અને પરંપરાગત એવી કથાઓની રંગોળી રચાઈ જાય છે.

બાપુએ આજે અવધધામના પરિક્રમા માર્ગના કારસેવકપુરમ ખાતે પોતાની વાણીને સુગંધિત કરતા કહ્યું કે રામચરિત માનસનું પ્રકાશન અવધ ધામમાં થયું છે.તેથી આ યાત્રાધામમાં આપણે પ્રસન્નતા પૂર્વક કથાને વિરામ તરફ લઈ જઈએ છીએ. સનાતન ધર્મ સેવા સંસ્થાનના મનોરથી એવા શ્રી મદનભાઈ પાલીવાલની જાંબુવન છાયામાં અને રૂપેશભાઈ વ્યાસની હનુમંત અને અંગદની સેવામાં આ એક મોટો મહાયજ્ઞ વિરામ પામી રહ્યો છે.

16 બિંદુઓને સ્પર્શ કર્યા પછી રામરાજ્યની સ્થાપના થાય છે. સુબાહુને નિર્વાણ પદ અને અહલ્યાનો ઉદ્ધાર બંનેમાં સ્વીકાર છે. રામ રાજ્યની સ્થાપનામાં અહમ પેદા થવો ન જોઈએ. પિતા સત્ય છે, પુત્ર પ્રેમ છે અને માતા કરુણા છે.આ જગતના શ્રેષ્ઠ સંબંધો છે. સાધુ, શાસ્ત્રો અને બુદ્ધ પુરુષની સ્મૃતિનો સંગ કરવો જોઈએ.

ગુરુ શિષ્યનો સંબંધ પરમાત્મ્યીય સંબંધ છે. આપણાં ઘરોમાં ત્રિવેણી રચાવી જોઈએ. અંગદ કહે છે કે મારા પિતાએ મને રાજ નહીં પણ રામને સોંપ્યા છે. લોક અને શ્લોક વચન જ્યાં સંમિલિત થાય ત્યાં રામરાજ્ય હોય. રામકથામાં સિદ્ધાંત નથી પણ તે સિદ્ધ છે માટે તે અમર છે.

આટલું ભવ્ય અને દિવ્ય આયોજન કરવા છતાં કથાના મનોરથી પરિવારે અશબ્દ અને નિશબ્દ બનીને જે ભગીરથ મનોરથ પાર પાડ્યો છે તે માટે કોઈ વર્ણન કરી શકાય તેમ નથી.અનેક શ્રોતાઓએ આ ભવ્યાતિભવ્ય આયોજન માટે પોતાનો સદભાવ વ્યક્ત કરીને તેમને શુભેચ્છાઓ આપી હતી.અયોધ્યામામાં આજે અવધ ધામ અને રામતીર્થોના અનેક સંતોની ઉપસ્થિતિ રહી હતી. 967મી રામકથા હવે મુંબઈ ખાતે ત્યાંના ધારાસભ્યશ્રીના મનોરથથી 22 નવેમ્બર થી આરંભાશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *