960મી ” માનસ મહામંત્ર” રામકથામાં દેશ-વિદેશના શ્રોતાઓની ઉપસ્થિતિ
દાઓસ (તખુભાઈ સાંડસુર દ્વારા)
પ્રકૃતિના ભરપૂર આશીર્વાદ પામનાર દુનિયાના સ્વર્ગ સમાદેશ સ્વીત્ઝર્લેન્ડમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથાનો પ્રારંભ દાઓસમાં શનિવારે કોંગ્રેસ સેન્ટરમાં થયો.આ શહેરમાં પૂર્વ સ્વિઝર્લેન્ડનું એવું શહેર છે
કે જ્યાં રમણીયતા, ટેકરીઓ અને સરોવરનો સંગમ જોવા મળે છે.
કથાના પ્રારંભે રમણરેતીધામના સંત શ્રી પૂજ્ય શરણાનંદ સ્વામીજીએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું કે સ્વર્ગમાં કથા નથી હોતી પરંતુ અહીં બાપુના માધ્યમથી ભગવાન શ્રીરામનું ગાન થઈ રહ્યું છે તે આ કથનને સાબિત કરે છે. કથાના મનોરથી શ્રી સુનિલભાઈએ આવા ઉત્તમ કાર્ય માટે પૂ. બાપુએ અને ભગવાને તેમના પરિવારને પસંદ કર્યો તે માટે આભાર વ્યક્ત કરીને સૌનું સ્વાગત કર્યું હતું.
પૂજ્ય મોરારીબાપુ એ પોતાની વાણીને મુખર કરતા કથાના પ્રારંભે આ ભૂમિને પ્રણામ કર્યા હતા. અને કહ્યું હતું કે આ કથા લઈને ફરી એક વખત આવા રમણીય દેશમાં આવવાનો રાજીપો વ્યક્ત કરું છું.
થોડાં દિવસ પહેલાં એક ચિંતન ચાલતું હતું અને તેમાં એક બાબત સ્પષ્ટ થતી હતી કે મંત્રો ઘણાં છે પરંતુ તેમાંથી ઉત્તમ અને શ્રેષ્ઠ કહી શકાય એવા મંત્ર વિશે આપણે સૌએ સાથે બેસીને સંવાદ કરવો જોઈએ. તેથી આ કથાનું શીર્ષક આપણે “માનસ મહામંત્ર” પસંદ કરીએ છીએ. અને તેની ધ્રુવ પંક્તિઓ બાલકાંડમાંથી લેવામાં આવી “મહામંત્ર જોઈ જપત મહેસુ, કાસી મુક્તિ હેતુ ઉપદેશુ,મંત્ર મહામનિ વિષય વ્યાલ કે, મેટત કઠિન કુઅંક ભાલ કે।”બાપુએ કહ્યું કે સૂત્ર, વિચાર, મંત્ર, ગ્રંથ, વ્રત, રૂપમાં કયો મંત્ર પ્રધાન છે.
રામચરિત માનસના સાથે સોપાનો સૂત્રો લઈને ચાલે છે બાલકાંડ મંત્રાત્મક કાંડ છે તેનો ખૂબ મહિમા છે તેથી પહેલું સોપાન મંત્રાત્મક છે બીજું સોપાન સત્યાત્મક છે અયોધ્યાકાંડ કહે છે ધર્મહુ સત્ય સમાના. ત્રીજું સોપાન અરણ્યકાંડ સૂત્રાત્મક છે સૂત્રો જો આત્મસાત કરીએ તો ભવનમાં રહીને પણ વનવાસી થઈ શકીએ. ચોથુ સોપાન કિષ્કિંધાકાડ સ્નેહાત્મક છે.
પાંચમો સોપાન સુંદરકાંડ સેવાત્મક છે. સેવા પરમો ધર્મ તે તેની પ્રધાનતા છે. કોની સાથે શું ઠીક છે તે મહત્વનું નથી પણ ઠીક તેની સાથે શું છે તે મહત્વનું છે. હનુમાનજી મહારાજ સેવકના સ્વરૂપમાં દર્શનીય છે. તેને શિક્ષા સૂર્યએ,ણદીક્ષા આપી ભગવાન રામે આપી અને કહ્યું બધાના સેવક થઈ સૌને સ્વામી સમજજે.
લંકાકાંડ શસ્ત્રાત્મક છે જોકે આ શાસ્ત્રો હિંસા માટે નથી. પરંતુ તેનાથી શાસ્ત્રો સમજાય છે. તેથી તેને શાસ્ત્રાત્મક પણ કહી શકાય. ઉત્તરકાંડ સાતમુ સોપાન સ્મરણાત્મક છે. એક જ સત્ય વિવિધ રૂપમાં કહેવાય છે. જીવનમાં સૌથી મોટો મંત્ર સ્વીકાર છે. સ્વામીજીનું એ સ્મૃતિગાન ‘કોઈ ભલા કહે કોઈ બુરા કહે બધાનો સ્વીકાર.’ માનસ બધા પાત્રને સ્વીકારનો મહામંત્ર લઈને બેઠું છે.
દરેક વ્યક્તિમાં સાધુતા વત્તા ઓછા અંશે હોય જ છે. અરે, વેદ તેનામાં બ્રહ્મનો પણ સ્વીકાર કરે છે. રામ સીતાજી વિશેની પૃચ્છા લતા, પશુ, પક્ષી બધાંને કરે છે. તેનો અર્થ તે બધા બ્રહ્મ સમાન દેખાય છે. એક સ્ત્રી જેના જીવનમાં કોઈ સ્વચ્છતા નથી. પરંતુ એક સાધુ દ્વારા તેમને અપાયેલું ગુલાબ અને તેમના જીવનમાં થયેલા પરિવર્તનથી જોઈ શકાય છે કે નાનકડો પ્રયત્ન પણ જીવનને બદલાવે છે.
અહીં બધાને મુક્ત રીતે વિહરવું છે પણ તે વિહારની દ્રષ્ટિ જરૂરી બને છે. કોઈ શાયર કહે છે “હમે ઉડાનભરને કા સરીકા ન સિખાઓ, હમ પિંજરો સે નહીં પેડો સે આયે હૈ”બાપુએ પંચ દેવોના ગુણ અને વિવેક ની વાત કરી જેમાં ગણેશ એ વિવેક સૂર્ય એ પ્રકાશ વિષ્ણુએ વિશાળતા શંકર વિશ્વાસ.
પ્રથમ દિવસની કથા ગણેશ, શિવ, રામ,લક્ષ્મણ , શત્રુધ્ન અને હનુમાનજી મહારાજ તથા અન્ય દેવોની વંદના સાથે વિરામ પામી.