શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રીવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી ગુજરાતના 51 શક્તિપીઠમાં આધ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે.
અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે. અંબાજી મંદિરમાં અખાત્રીજ થી અષાઢી બીજ સુધી એટલે કે બે મહિના સુધી અન્નકુટ યોજાયા હતા નહી હવે ભકતો અન્નકુટ ધરાવતા થઈ ગયા છે. રાજસ્થાનના ભક્તો છેલ્લા 32 વર્ષથી 180 કિલોમીટર ચાલીને અંબાજી ખાતે આવે છે અને માતાજીના ગરબા રમીને અને દર્શન કરીને માતાજીની આરાધના કરે છે.
રાજસ્થાનના જાલોર જિલ્લાના વાઘોડા ભીનમાલ સહિતના ગામોથી વર્ષોથી આ ભક્તો અષાઢ મહિનામાં અંબાજી ખાતે પોતાના ગામથી ચાલીને મા અંબા ની જય જય કાર બોલાવીને દર્શન કરવા આવતા હોય છે
માતાજી આ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરતી હોય છે. ભકતો મંદિરના ચાચર ચોકમાં ગરબા રમીને પરત પોતાના વતન તરફ જતા હોય છે. રાજસ્થાનથી આવેલા ભક્તોએ આજે બપોરે અંબાજી મંદિરમાં 56 ભોગનો અન્નકુટ ધરાવ્યો હતો. બપોરે મંદિરમાં અન્નકૂટ આરતી પણ યોજાઇ હતી. મોટી સંખ્યામાં ભક્તો અન્નકુટ આરતીમા જોડાયા હતા. સંઘમાં મહિલાઓ અને બાળકો સહિત તમામ લોકો જોડાયા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી