હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ તેની અસર જોવા મળી રહી છે. આજે દિવસભરની ભારે ઉકળાટ બાદ દાંતા તાલુકાના અનેકો પંથકોમાં વરસાદની શરૂઆત થઈ હતી. દાંતા તાલુકાના અનેકો વિસ્તારો મા વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે યાત્રાધામ અંબાજી પણ વરસાદની શરૂઆત થઈ છે.
આજે બપોર બાદ એકાએક વાતાવરણ મા પલટો આવતા યાત્રાધામ અંબાજીમાં વરસાદની શરૂઆત થઈ છે. આજે બપોરે મેઘમેહર થતા અંબાજી મા વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર પાણી વહેતું થયું છે. આજે દાંતા તાલુકાના અનેકો વિસ્તારોમાં પણ વરસાદ ની શરૂઆત થઈ છે. આજે દિવસ ભર ની ભારે ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થઈ છે. તો દિવસે આકાશમાં કાલા વાદળ છવાતાં અંધારુપટ છવાયુ હતું. વરસાદી માહૌલ સર્જતા વાતાવરણ મા ઠંડક પ્રસરી હતી તો લોકોએ ગર્મી થી રાહત મેળવી હતી.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી