શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.આજે વૈશાખ સુદ પૂનમે અંબાજી મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી,
જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.અંબાજી મંદિરમા ભક્તો લાંબી લાંબી લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા.અંબાજી નજીક આવેલા કામાક્ષી મંદિરમા શાકભાજીનો શણગાર કરવામા આવ્યો હતો.
આજે વૈશાખ સુદ પૂનમે અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં આદીવાસી સમાજ ના લોકો ઢોલ સાથે આવ્યા હતા. વૈશાખ સુદ પૂનમે આદીવાસી સમાજ મોટી સંખ્યામાં દેવ દર્શન કરવા આવતા હોય છે.
આજે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી.અંબાજી નજીક કામાક્ષી મંદિરમા દર પૂનમે શાકભાજી નો શણગાર કરાય છે.અંબાજી મંદિરમાં ભક્તો દૂરદૂર થી દર્શન કરવા આવ્યા હતા.અંબાજી મંદિરમાં આવતા ભકતો કામાક્ષી મંદિરમા દર્શન કરવા અચુક આવતાં હોય છે અહી સૌ પ્રથમ 51 શક્તિપીઠ ના 51 મંદિરો આવેલાં છે. કામાક્ષી મંદીર નુ મહત્વ શું છે તેની માહીતી તારકેશ મહારાજ દ્વારા આપવામા આવી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી