ગુજરાતનું શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોનું આસ્થા નું કેન્દ્ર છે. ત્યારે માં જગતજનની અંબાના ધામે અંબાજી મા દરરોજ હજારો ની સંખ્યા મા માઇભક્તો માં અંબાના ચરણો મા શીશ નમાવવા અને માતાજી નો આશીર્વાદ મેળવવા અંબાજી આવે છે.
દેશ અને વિદેશથી અનેકો વીઆઈપી નેતા અભિનેતા પણ જગતજનની અંબા ના દર્શન કરવા અંબાજી પહોંચતા હોય છે. ત્યારે આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના માલિક મુકેશ અંબાણી ના માતાજી અંબાજી ધામે પહોંચ્યા હતા.
આજે મુકેશ અંબાની ના માતાજી કોકીલાબેન યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા. કોકીલાબેન અંબાજી નજીક આવેલા દાંતા ખાતે હેલીપેડ પર ઉતરાણ કર્યું હતું. ત્યારબાદ મોટર માર્ગે તે અંબાજી ખાતે પહોંચ્યા હતા. અંબાજી મંદિર પહોંચતા તેમનું સ્વાગત અંબાજી મંદિર ટ્રસ્ટ વતી કરવામાં આવ્યું હતું.
માં જગતજનની અંબા ના ચરણોમાં શીશ નમાવી અને માં જગતજનની અંબાનો આશીર્વાદ કોકિલાબેન લીધા હતા. કોકીલાબેન માતાજી ના પરમ ભક્ત છે અને તે અવારનવાર માતાજીનો આશીર્વાદ લેવા આવતા હોય છે. ત્યારે આજે પણ માં જગતજનની અંબા ના આશીર્વાદ લેવા કોકિલા બેન અંબાજી પહોંચ્યા હતા.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી