હાલમાં દેશમાં ચુંટણીઓ ચાલી રહી છે, બે તબક્કામાં ચૂંટણી પુર્ણ થઈ ગઈ છે,ત્યારે ત્રીજા તબકકામાં ચૂંટણીઓ આવનારી 7 મે ના રોજ યોજાનાર છે.સમગ્ર ગુજરાતમાં જે સીટ પર સૌથી વધુ જેની નજર છે
તે બનાસકાંઠા સીટ પર 2 મહીલા ઉમેદવારના પ્રચાર કરવા માટે પીએમ મોદી આજે ડીસા ખાતે આવ્યા છે, જયારે 3 મે ના રોજ પ્રિયંકા ગાંધી પણ લાખણી ખાતે ચૂંટણી પ્રચાર કરવા આવનાર છે ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે આજે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી.
જેમાં દાંતા કોંગ્રેસ ધારાસભ્ય કાંતી ખરાડી, સિરોહીના પુર્વ ધારાસભ્ય સંયમ લોઢા, ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ, મુકેશ પંચાલ, બળદેવજી ઠાકોર અને હાથ સે હાથ જોડોના ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિત મોટી સંખ્યામાં નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકો હાજર રહ્યા હતા. તમામ લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટી ને વોટ મળે તે માટે કૉંગ્રેસ પાર્ટી દ્વારા મહેનત શરૂ કરાઈ છે અને દરેક તાલુકામા સભા, સ્નેહ મિલન કાર્યક્ર્મ યોજીને ગેનીબેન ઠાકોરને વોટ આપવા માટે નેતાઓ કહી રહ્યા છે. બનાસ બેંક, બનાસ ડેરી દ્વારા ભાજપ તરફી વોટ આપવા માટે જે પ્રચાર કરાઈ રહ્યો છે તે માટે કોંગ્રેસ પાર્ટી લોકોને ભ્રમિત નહી થઈને સાચી હકીકત જણાવી રહી છે.
આજે વિવિધ નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ ભગાવો દેશ બચાવો ના નારા લાગ્યા હતા. દેશમાં કોંગ્રેસ ની સરકાર આવશે તો મહિલાઓ સહિત ખેડૂતો વેપારી વર્ગ માટે પ્રજાપ્રિય નિર્ણય કરાશે.દાંતા તાલુકામાં કોંગ્રેસ પાર્ટી વર્ષોથી મજબૂત છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે 2024 મા કૉંગ્રેસ પાર્ટી કેવું પરફોર્મન્સ કરશે.
ગુજરાત કરતા રાજસ્થાન મા પેટ્રોલ ડીઝલ મોઘું હોઈ કૉંગ્રેસ પાર્ટીના હાથ થી હાથ જોડોનાં કનવીનર ઇન્દ્રનીલ રાજ્યગુરૂ એ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા અને કહ્યુ હતુ કે આજે પીએમ ફરી 2 વખત જૂઠ બોલવા માટે ગુજરાત આવી રહ્યા છે.
અંબાજી કોંગ્રેસના પ્રમુખ તુલસીરામ જોશી, સુરેશભાઈ અગ્રવાલ, રાજનભાઈ અગ્રવાલ, જયાબેન ગઢવી, કલ્પેશ ગઢવી, પ્રદીપ ભોજક, સંજય શર્મા,સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકરો નેતાઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી