Devbhumi DwarkaElection

દેવભૂમિ દ્વારકાની પ્રજા પુનમબેન માડમને સતત ત્રીજી વખત જીત અપાવી હેટ્રિક સર્જવા ઉત્સાહિત

દેવભૂમિ દ્વારકા: સંજીવ રાજપૂત: ૧૨ લોકસભા ના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમને રેલી તથા જનસભામાં અભૂતપૂર્વ જનસમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. સમગ્ર મત ક્ષેત્રમાં પૂનમબેન માડમને રેલી તથા જનસભામાં મળી રહ્યો છે આવકાર. વિવિધ સમાજના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ દ્વારા પૂનમબેન માડમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

જામનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ દ્વારકા વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન સમયે બહોળી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો સાથે પૂનમબેન માડમ એ સંવાદ કર્યો. કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં છેલ્લા ૧૦ વર્ષ ની અંદર રચાયેલ વિકાસગાથામાં વધુ નવા પ્રગતિના અધ્યાય ઉમેરવા માટે દ્વારકા ના લોકોમાં અપાર ઉત્સાહ છે, જે નિશ્ચિતપણે લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી સાથે ભવ્ય જીત અપાવશે.

આ કાર્યક્રમમાં જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમ, દેવભૂમિ દ્વારકા જિલ્લા અધ્યક્ષ મયુરભાઈ ગઢવી, ધારાસભ્ય પબુભા માણેક, મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, ભરત ગોજીયા, સહદેવસિંહ પબુભા માણેક, જિલ્લા ઉપપ્રમુખ મોહનભાઇ બારાઇ, દ્વારકા શહેર પ્રમુખ વિજયભાઈ બુજડ, દ્વારકા પ્રભારી રમેશભાઈ હેરમાં, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, લોહાણા અગ્રણી દ્વારકાદશભાઈ રાયચુરા સહીત સામાજિક સંસ્થાના હોદેદારો, સંતો – મહંતો, આગેવાનો, દ્વારકાના નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવતા કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા

એબીએનએસ - દેવભૂમિ દ્વારકા ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ…

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજતા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશિયલ મોનિટર

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, નવી દિલ્હીના સ્પેશિયલ…

1 of 6

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *