હું રેખા વાળા મુળ અમરેલી જીલ્લા ના સાવરકુંડલા તાલુકા માં જન્મેલી નાનપણ થી માતા પિતા સાથે હળી મળીને એક સંપ સાથે મને ભણીગણી મોટી કરી મને ભણતર અને સંગીત કલા જગત માં નાનપણ થી જ સ્કૂલ માં નાના મોટા કાર્યક્રમો માં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી હતી મારા પર માતા પિતા અને કુળદેવી ખુબ આશીર્વાદ છે મારી માં અને મને જન્મ દેનારી મારી જનેતા મારા સાથી નથી પણ હજુ મારા દિલ માં છે એવી મારી માં સોનાબેન નારણભાઈ વાળા ની ૨૩-૧-૨૦૨૨ ના ૨૨ મી પુણ્ય તિથિ નિમિત્તે મારા દિલ ની લાગણી અને મે એમની સાથે વિતાવેલી બધી પળ યાદ કરી આ લખી રહી છું “માં તે માં બીજા બધા વગડાના વા” ખરેખર આ કહેવત ખુબ જ સાચી છે માં એક એવી વ્યકિત છે જે આપને ૯ મહિના પોતાની કોખ માં રાખી આપનો ભાર વજન આપને પુરતું પોષણ આપી આપણો ઉછેર કરે છે માં એ છે પોતે ભૂખી રહીને આપને જમાડે છે માં એ છે પોતે ભીના માં સુવિને આપને સૂકા માં સુવડાવી પોતે સુવે માં એ આપને ગમે તે થાય આપને કોઈ વાત નું ઓછું નો આવા દયે આજે હું એક વાત થી ખુબજ દુઃખી છું મારી જોડે મારી માં મારી જનેતા નથી આજે મને એના આશીર્વાદ હાજરા હજૂર છે અને મારી કુળદેવી અને મારા ઇષ્ટ દેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન આશીર્વાદ થી હું આજે મારા જીવન માં સંગીત કલા જગત માં ભજન, સંતવાણી, ડાયરો, ગરબા દાંડિયા રાસ, લગ્નગીત જેવા કાર્યક્રમો કરી મારું જીવન પસાર કરું છું મારા જીવન નો મોટા ભાગના સમય ને હું મારા કાર્ય અને ધર્મ ભક્તિ માં પસાર કરું છું
બસ આ મારી માં મારી જનેતા અને જન્મદેનારી માતા વિશે મારી આ શ્રદ્ધાજંલી રૂપે તેમની ૨૨ મી પુણ્ય તિથિ નિમિત્તે મારા દ્વારા તેમના દિવ્ય આત્મા ને શ્રદ્ધાંજલી
રેખા વાળા
લોક ગાયિકા
સાવરકુંડલા
ગુજરાત સૌરાષ્ટ્ર ના સુપ્રસિધ્ધ લોક ગાયિકા એવા રેખા વાળા તેમની માતૃશ્રી ની ૨૨ મી પુણયતિથી નિમિતે પોતાના સ્વર માં તેમના માતાજી ની પોતાની એક રચના રજુ કરવા જઈ રહ્યા છે તારીખ ૧૬-૧-૨૦૨૨ ના રોજ તેમની You Tub Channel Rekha Vala Official Par નીહાળી શકો છો
આપની રેખા વાળા
લોક ગાયિકા