મિત્રો આજે અમે તમને એક એવી ગુજરાતી અભિનેત્રીની વાત કરીશું કે જેના બોલીવુડ અને ઢોલિવૂડમાં લાખો ચાહકો છે,હા મિત્રો અમે વાત કરીયે છીયે યુવાપેઢી ની લોકપ્રિય અભિનેત્રી “નિકિતા સોની” ની
નિકિતા નો જન્મ ગુજરાત હાંસોટના કતપોર ગામ માં રહેતા અમૃતભાઈ સોની ના ઘરે થયો હતો,અમૃતભાઈ મૂળ રાજસ્થાન ના વતની છે પણ છેલ્લા ૪૨ વર્ષ થી તેમણે ભરૂચ જિલ્લાને પોતાની કર્મભૂમિ બનાવી છે,નાનપણથી જ અભિનયનો શોખ ધરાવતી નિકિતાએ માતા અને પિતાની પ્રેરણાલઇ ને નિકિતાએ અભિનય ક્ષેત્રે જંપલાવ્યું હતું,માત્ર ૧૬ વર્ષની ઉંમરથી નિકિતાએ પોતાના પિતા એ કતપોર ગામ નજીક ત્રિવેણી સંગમ એવા પૌરાણિક કોટેશ્વર મહાદેવના મહિમા માટે બનાવેલ આલ્બમ થી સૌપ્રથમ વાર અભિનય કરવાની શરૂઆત કરી હતી
નિકિતાએ રમલી રિક્ષા વાળી,૧૬ ફાઇટ અગેન્સ રેગિંગ,પ્રીત ના હારે મહીસાગરના આરે , ભાઈ બેન ચાલ્યા મોસાળ , માયા હું છું તારો પ્રેમ દીવાનો જેવી ૬ ગુજરાતી ફિલ્મ માં કામ કર્યું છે,તેમજ ગેમ પૈસા ઓર લડકી , તુ હી તુ , અને આઈ નો યુ હિન્દી ફિલ્મ માં પણ કામ કર્યું છે
નિકિતાએ ગુજરાતી આલ્બમ અને ફિલ્મો ઉપરાંત પૃથ્વીરાજ ચૌહાણ, સાંઈબાબા,જય માં દુર્ગા,દ્બારકાધીશ સહિત ની અનેક હિન્દી ધારાવાહિકોમાં અભિનય કર્યો છે
નિકિતા ને ગુજરાતી ફિલ્મ બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ પણ મળી ચુક્યો છે,નિકિતા પોતાની કારકિર્દી નો શ્રેય પોતાના પિતા ને આપે છે,નિકિતા નું કેહવું છે કે “અભિનયના માધ્યમથી લોકોને મનોરંજન પીરસવા સતત પ્રયત્નશીલ રહીશ”