Breaking NewsEntertainment

બાવન જેટલા યુધ્ધો કરી ભારતના ઈતિહાસમાં ગૌરવાન્વિત થયેલા મહાપરાક્રમી બુંદેલખંડના રાજા છત્રસાલની વેબ સીરીઝ યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બનશે બોલીવુડના પ્લેટફોર્મ પર લાખોના ખર્ચે બનેલી પ્રથમ વેબસિરીઝે વૈશ્વિકસ્તરે ધુમ મચાવી છત્રસાલ વેબસિરીઝના નિર્માતા સહકારીક્ષેત્રના પીઢ આગેવાન મહેશભાઈ પટેલ અને મનુભાઈ પટેલે હિંમતનગગરમાં પ્રેસકોન્ફરન્સને સંબોધી

હિંમતનગર ઃ
મધ્યપ્રદેશના બુંદેલખંડના મહાપરાક્રમી પ્રજાવત્સલ રાજવી છત્રસાલજીના જીવન પર બોલીવુડના પ્લેટફોર્મ પર લાખોના ખર્ચે નિર્માણ પામેલી પ્રથમ વેબ સિરીઝ રીલીઝ થયાના ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વમાંથી અભૂતપુર્વ પ્રતિસાદ મલતા આ વેબસિરીઝના નિર્માણમાં યશસ્વી યોગદાન આપનારા જાણિતા સહકારી આગેવાન મહેશભાઈ પટેલ દ્વારા પ્રસ્થાપિત ધી પ્રાણનાથ મલ્ટીમીડીયા પ્રોસેસીંગ કો.ઓ. સોસાયટી લી. અને શ્રી પ્રાણનાથ વૈશ્વિક ક્ષેત્રના અભિયાનના મુખ્ય સંયોજક મનુભાઈ પટેલના પ્રયાસો સાબરકાંઠા જીલ્લા માટે ગૌરવપદ બન્યા છે.

સાબરકાંઠા જીલ્લા અને રાજ્યના સહકારી ક્ષેત્રમાં મજબૂત પક્કડ ધરાવતા પીઢ રાજકીય આગેવાન શ્રી મહેશભાઈ પટેલ સમાજના ઉત્કર્ષની સેવાકીય પ્રવૃત્તિઓની સાથે સાથે અધ્યાત્મક્ષેત્રે શ્રી પ્રાણનાથ વૈશ્વિક ચેતના અભિયાનની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે.
દેશ-વિદેશમાં ચાલતા શ્રી પ્રાણનાથ વૈશ્વિક ચેતના અભિયાન અંતર્ગત સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે વર્ષ-ર૦૧પમાં ધી પ્રાણનાથ મલ્ટી મીડીયા પ્રોસેસીંગ કો.ઓ. સોસાયટી લી. ની સ્થાપના કરાયા પછી શ્રી પ્રાણનાથજીના આદર્શોને અનુસરી ઔરંગઝેબના ક્રૃર શાસન સામે જઝુમી યુધ્ધમાં વિજય પ્રાપ્ત કરી ધર્મ, સંસ્કૃતિ અને માતૃભૂમિના રક્ષણ માટે સર્મપિત થવાના સંકલ્પ સાથે બુદેલખંડને સ્વતંત્રતા અપાવનારા ગૌરવવંતા મહાપરાક્રમી રાજવી છત્રસાલજીના જીવન પર આધારીત વેબસિરીઝનું નિર્માણ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
મહારાજા છત્રસાલજીના જીવન પર તાજેતરમાં રિલીઝ કરાયેલી વેબ સિરીઝની પ્રચાર કામગીરી સંદર્ભે હિંમતનગર ખાતે શ્રી પ્રાણનાથજી વૈશ્વિક ચેતના અભિયાનના મુખ્ય સંયોજક શ્રી મનુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતીમાં ધી પ્રાણનાથ મલ્ટીમીડીયા પ્રોસેસીંગ કો.ઓ.સોસાયટી લિ. દ્વારા આયોજીત કરાયેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સહકારી આગેવાન અને સાબરકાંઠા ડી. બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ઈતિહાસનું મહત્વ સમજાવી પ્રજાવત્સલ રાજવી છત્રસાલજીના જીવનમાંથી નવી પેઢીને તેમજ યુવાનોને પ્રેરણા મળે એ ઉદેશ્યથી વેબ સિરીઝનું નિર્માણ કરવામાં આવ્યુ હોવાનું જણાવ્યું હતું. અને તેમણે ઉમેર્યુ હતું કે, ડીઝીટલ મિડીયાના માધ્યમથી ઈતિહાસને ઉજાગર કરવાનું શ્રેય સર્વ પ્રથમ શ્રી પ્રાણનાથજીને ફાળે જાય છે.
શ્રી પ્રાણનાથજી વૈશ્વિક ચેતના અભિયાનના મુખ્ય સંયોજક શ્રી મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, મહારાજા છત્રસાલની વેબસિરીઝના નિર્માણ કાર્ય માટે ઈતિહાસવિદોની મદદ લઈને ત્રણ વર્ષ સુધી સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. પ્રારંભિક તબક્કાની કામગીરી પૂર્ણ થયા પછી ખ્યાતનામ કલાકારોની પસંદગી કરી મુંબઈમા તેમજ ફિલ્મસિટીમાં તેનું શુટીંગ કરાયું હતું. ભારે જહેમતબાદ ર૦ એપીસોડમાં તૈયાર કરાયેલી છત્રસાલ વેબ સીરીઝ ગત તા.ર૯ મી જુલાઈના રોજ એમ.એકસ પ્લેયર એપ પર ડાઉનલોડ કરવામાં આવી છે. અત્યંત ટુંકાગાળામાં આ વેબસિરીઝએ સમગ્ર વિશ્વમાં ધુમ મચાવી દીધી છે. હિન્દુસ્તાનના ઈતિહાસમાં આ પહેલો શો છે.
સાડા ત્રણસો વર્ષ પૂર્વે મહારાજા છત્રસાલજીએ બાવન જેટલા યુધ્ધો લડીને ઔરંગઝેબને હરાવી બુંદેલખંડ પર વિજય મેળવીને ધર્મને સંસ્કૃતિની રક્ષા માટે વિજય ધ્વજ ફરકાવ્યો હતો. ઈતિહાસમાં છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપનું પ્રદાન છે એટલુ જ મહત્વનું યોગદાન મહારાજા છત્રસાલનુંં છે. ઐતિહાસીક બુદેલખંડને સ્વતંત્રતા અપાવી મહારાજા છત્રસાલજીએ પંચાયતી રાજની સૌપ્રથમ શરૂઆત કરાવી હતી. પ્રાણનાથજીના આદર્શોને અનુસરનાર મહારાજા છત્રસાલજી તલવાર અને કલમ ચલાવામાં કુશળ હતા. મધ્યપ્રદેશની સરકારે શિક્ષણના અભ્યાસક્રમમાં મહારાજા છત્રસાલજીને સામેલ કર્યા છે. ત્યારે શ્રી પ્રાણનાથજી મલ્ટીમિડીયા પ્રોસેસીંગ કો.ઓ.સો.લી. હિંમતનગર દ્વારા નિમિર્ત મહારાજા છત્રસાલજીની વેબ સિરીઝ યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
આ પ્રસંગે સાબરકાંઠા જીલ્લામાં શ્રી પ્રાણનાથજી મિશન સાથે જાેડાયેલા જાણિતા બિલ્ડર શ્રી નરેશભાઈ પટેલ, કલશ પટેલ સહિતના અગ્રણીઓ તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 378

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *