Breaking NewsEntertainment

મેગનેટ મીડિયા દ્વારા ગુજરાતી ફિલ્મ ‘ધુમ્મસ’નું નિર્માણ કરવામાં આવશે અમદાવાદ ખાતે મુહૂર્ત શોટ સાથે ફિલ્મ શૂટીંગનો શુભારંભ કરાયો

અમદાવાદ: અગ્રણી ફીચર ફિલ્મ્સ, એડ ફિલ્મ્સ અને કોર્પોરેટ ફિલ્મ્સ મેકર ‘મેગ્નેટ મીડિયા’એ તેની આગામી ફિલ્મ ‘ધુમ્મસ’ના મુહૂર્ત શોટ સાથે ગુજરાતી જ નહી પરંતુ અન્ય લોકોને જકડી રાખનારી એક મનોરંજક ફિલ્મ નિર્માણનો પ્રારંભ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મોએ એક આગવો દર્શક વર્ગ ઉભો કર્યો છે ત્યારે, આ ‘ધુમ્મ્સ’ ફિલ્મ પણ નવા કિર્તીમાન પ્રસ્થાપિત કરશે. અમદાવાદ ખાતે મુહૂર્ત શોટ સાથે ફિલ્મ નિર્માણની આગવી કેડી કંડારનાર આ ફિલ્મના લોન્ચિંગ સમયે ફિલ્મના તમામ કલાકારો ઉપરાંત પ્રોડ્યુસર ભાવેશ ઉપાધ્યાય, કેયુર શાહ, વિવેક શાહ તેમજ ડાયરેક્ટર કર્તવ્ય શાહ અને લેખક ભાર્ગવ ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડ-19 મહામારીને કારણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં લગભગ તમામ કામગીરી થોડાં સમય માટે અટકી ગઇ હતી, પરંતુ હવે સ્થિતિ સામાન્ય બનવા સાથે શુટિંગનું કામ પુનઃશરૂ કરવામાં આવ્યું છે. જોકે, મૂશ્કેલ સમયમાં પણ ફિલ્મ જગતના કલાકારોના જુસ્સાને કોઇપણ અસર થઇ નથી અને પરિસ્થિતિ સાથે તાલ મીલાવતાં મેગ્નેટ મીડિયાએ ધુમ્મસ ફિલ્મના મુહૂર્ત શોટ સાથે સમગ્ર ઉદ્યોગને સકારાત્મક સંદેશો આપ્યો છે.

આ પ્રસંગે મેગ્નેટ મીડિયાના સ્થાપક ભાવેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ‘અમારી કામગીરીમાં રચનાત્મકતા અને દર્શકોની રૂચિ તથા અનુભવમાં અભિવૃદ્ધિ હંમેશથી કેન્દ્રસ્થાને રહ્યા છે. મેગ્નેટ મીડિયા ગુજરાતમાં સુઆયોજિત પ્રકારે બ્રાન્ડિંગની સાથે-સાથે ફિલ્મના માર્કેટિંગ, ડિસ્ટ્રિબ્યુશન શરૂ કરનાર પ્રથમ કંપની છે.. અમારી વન-સ્ટોપ-સોલ્યુશન કંપની હાલમાં પ્રોડક્શનની સાથે-સાથે અન્ય સાત ફિલ્મો ઉપર કામ કરી રહી છે તેમજ પોસ્ટ પ્રોડક્શન બાદ પણ અમે ઘણી ફિલ્મોને ઇન-ફિલ્મ બ્રાન્ડિંગ અને માર્કેટિંગ સપોર્ટ પ્રદાન કરી રહ્યાં છીએ..

ફિલ્મ ‘ધુમ્મસ’ના મુખ્ય કલાકારોમાં જયેશ મોરે, કિંજલ રાજપ્રિયા, ઓજસ રાવલ, ચેતન દૈયા, આકાશ ઝાલા, ભાર્ગવ ત્રિવેદી, કિનલ ત્રિવેદી સામેલ છે. ડીઓપી શ્રીકુમાર નાયર છે અને ટીમને આ ફિલ્મનું શુટિંગ ઝડપથી પૂર્ણ કરવાની આશા છે.

મહત્વપૂર્ણ છે કે મેગ્નેટ મીડિયા હંમેશાથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવાઓ, તકનીકી નિપૂણતા અને સલાહ દ્વારા ફીચર ફિલ્મ્સ, એડ ફિલ્મ્સ અને કોર્પોરેટ ફિલ્મ્સ માટે સ્ટ્રેટેજી અને કોન્સેપ્ટ ડિઝાઇન કરે છે. વધુમાં કંપની ફિલ્મના પ્રમોશનમાં પણ સક્રિયપણે કાર્યરત છે.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 378

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *