ખૂબ જ નાની ઉંમરમાં સંગીત ની દુનિયામાં સફળતા નાં સોપાનો સર કરનાર આસ્થા રબારી એ આજે સમગ્ર પંથક મા આજે અઢળક લોક ચાહના મેળવી છે સંતવાણી તથા સંગીત ના સ્ટેજ પ્રોગ્રામ જન હિતાર્થે થતા ઘણા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો આસ્થા બેન રબારી ના મધુર,કર્ણ પ્રિય અવાજ થકી ઝળહળ થયા છે લોકડાઉન દરમ્યાન ઘરે રહીને પણ તેમણે સોશિયલ મીડિયા ના માધ્યમથી ગુજરાત ના અનેક નામી અનામી કલાકારો સાથે લાઈવ મા પોતાના મીઠા અવાજ નો જાદુ પાથર્યો છે અને સમાજની સભ્યતા અને ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક ગીતો ગાઈને એમના બહોળા ચાહક વર્ગો ને હંમેશા સંગીતમાં તરબોળ રાખ્યો છે…. માત્ર એટલુ જ નહીં પોતાની યુ ટ્યુબ ચેનલ લોન્ચ કરીને આસ્થા બેન રબારી એ એમના સંગીત પ્રેમીઓને હંમેશા કંઈક ખાસ આપવાના પ્રયત્ન કર્યા જેસાચે જ નાની ઉંમરમાં સંગીત જગતમાં ઘણુ નામ કમાનાર આસ્થા રબારી એ સફળતાની અલગ જ વ્યાખ્યા કરી ઘણા લોકો માટે આદર્શ સાબિત થયા છે


















