અનેક શ્રેષ્ઠ વ્યક્તિઓ સહિત અમદાવાદના પત્રકારોનું કરાયું સન્માન

રાજકોટ: મૌલિક ઝણકાટ, એબીએનએસ: રાજકોટ શહેરના કેસરધાની રિસોર્ટમાં તા. 14 ના રોજ સાંજે 7 વાગ્યે ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત 30થી વધારે કંપનીઓ અને સમાજમાં પોતાની શ્રેષ્ઠ કામગીરી કરનારનું નામાંકન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બોલીવુડના દિગ્ગજ એક્ટર અને ધુરંધર ફેમ રાકેશ બેદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા રહ્યા હતાં. તેમની સાથે દર્શના બારોટ, મયુર ચૌહાણ, સંદીપ સોની, દર્પણ કેવડિયા જેવા વિશેષ અતિથિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ એવોર્ડ શોના મીડિયા પાર્ટનર ગુજરાત બેલી ન્યુઝના માલિક અને તંત્રી મયુરભાઈ ઠક્કર પણ હાજર રહ્યા હતાં જેઓને સન્માનિત કરાયા હતા ઉપરાંત અમદાવાદથી ઉપસ્થિત રહેલા પત્રકારો ABNS ન્યુઝ એજન્સીના સીઈઓ, સોમનાથ ભૂમિ ન્યુઝ પ્રા. લિ. ના એમડી અને ભારત ખબર કેસરીના તંત્રી સંજીવ કુમાર રાજપૂત, મોર્ડન કર્ણાવતી દૈનિકના તંત્રી ધવલ સોની, સમાચાર ગુજરાતના વિરલ દરજી, વી ન્યુઝ ગુજરાતના પ્રિયાંશું પટેલ અને અન્ય ઉપસ્થિત પત્રકારોનું સન્માન અભિનેતા રાકેશ બેદી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ એવોર્ડ શો વિશે વાત કરતાં શોના સંચાલક યશેષ શાહે જણાવ્યું હતું કે, આ એવોર્ડ શોનો મુખ્ય હેતુ જે પણ ઉદ્યોગ સાહસિકો એ પોતાના વ્યવસાયમાં ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હોય તેમને સન્માનિત કરવાનો હતો. તમને જણાવી દઈએ કે, રાજકોટ શહેરના કેસરધાની રિસોર્ટમાં યોજાયેલા આ એવોર્ડ શોના સ્પોન્સર વન સ્ટોપ ઈમિગ્રેશન સોલ્યુશન, ઓનલાઈન ગૉલ્ડ જ્વેલરી સ્પૉન્સર સર્વમ્ ગૉલ્ડ બાઈટ્સ પ્રાઈવેટ લિમીટેડ તેમજ હોસ્પિટાલિટી પાર્ટનર કેસરધની હતા. આ એવોર્ડ શો માં 120થી વધારે આમંત્રિતોની ઉપસ્થિતિ ગ્રોથ એવોર્ડ્સના 10માં એડિશનના શૉની સફળતા દર્શાવે છે.
તો બીજી તરફ અભિનેતા રાકેશ બેદી દ્વારા આ શો આયોજિત કરવા બદલ સંચાલકને અભિનંદન પઠાવ્યા હતા અને અલગ અલગ ક્ષેત્ર માં પુરસ્કાર મેળવનાર લોકોને પણ અભિનંદન પઠાવ્યા હતા અને કહ્યું હતું કે સમાજમાં આવા લોકો થકી થતા કાર્યો ને લોકો સમક્ષ લાવી તેમને સન્માનિત કરવા જોઈએ અને હું ગર્વ અનુભવી રહ્યો છું કે મને આ પ્રસંગે ગુજરાતના રાજકોટ શહેરમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. તેઓએ તેમની આવનાર ફિલ્મ ધુરંધર 2 વિશે તેને સિનેમામાં જોવા અપીલ કરી હતી. અત્રે તેઓએ ધુરંધર 1 માં જમીલ મામૂનો અભિનય કર્યો છે.
















