Entertainment

નવરાત્રીના 91 દિવસ અગાઉ શહેરમાં ગરબા યોજાયાં, રેડ-વ્હાઈટ આઉટફિટમાં ખેલૈયાઓઝૂમ્યાં પ્રથમવાર ગરબાની લોન્ચઇવેન્ટ યોજાઇ.

અહેવાલ અનુજ ઠાકર

#lalishq માં ક્રિએટર્સઅને ઈન્ફ્લુએન્સર્સમનમૂકીનેગરબેઘૂમ્યાં
અમદાવાદઃ

શહે૨ની જાણીતા રાતલડી ગરબા 2025ની લોન્ચ ઈવેન્ટ ગરબાની રમઝટ સાથે જ યોજાઈ. ઝાલા ઈવેન્ટ ઓર્ગેનાઈઝર જયવીરસિંહ ઝાલા, રઘુવંશી ઈવેન્ટનાં તીર્થ અખાણી દ્વારા આ લોન્ચ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. આ ગરબા નાઈટ વિશે તેમણે જણાવ્યું કે,

‘લોન્ચ ઈવેન્ટમાં લાલ થીમ ડેકોર કરાયું. ગત વર્ષે અમદાવાદીઓએ રાતલડીને સોશિયલ મીડિયા પર #lalishq ટંગ આપ્યું હતું. ખેલૈયાઓએ આપેલા આ ટેગને જાળવી રાખીને આ વર્ષે # lalishq થીમ પર ગરબા યોજાશે. આ વર્ષે 9 દિવસમાંથી એક દિવસ માત્ર રેડ આઉટફિટમાં ગરબાનું આયોજન કરવામાં આવશે.

આ લોન્ચ પાર્ટીમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ અને કોન્ટેન્ટ ક્રિએટર્સ જોડાયા હતાં. નરેશ બરોટ એન્ડ ટીમના મ્યુઝિકના તાલ પર જ આ વર્ષે પણ રાતલડીનું આયોજન કરવામાં આવશે. પાસ એન્ટ્રીમાં ક્યુઆર કાર્ડ સ્કેનર મશીન મુકવામાં આવશે.

આ વર્ષે પાસ સિસ્ટમ કરતાં હેન્ડ બેન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, લોન્ચ ઈવેન્ટમાં તો ખેલૈયાઓ રેડ અને વ્હાઈટ આઉટફિટમાં ગ્રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી અને મન મૂકીને નવરાત્રીના 2 મહિના અગાઉ પણ ભારે રમઝટ બોલાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 64

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *