રીપોર્ટ અનુજ ઠાકર.
આજના ડિજિટલ યુગમાં મોબાઇલ ફોન જીવનનો અવિભાજ્ય ભાગ બની ગયો છે. પરંતુ તેની અતિશય વપરાશથી ઉભા થતા સામાજિક અને માનસિક પ્રશ્નો આજે ઘર-ઘરમાં ચર્ચાનો વિષય બન્યા છે. આવા જ સમયોચિત અને જાગૃત વિષયને સ્પર્શ કરતી ગુજરાતી ફિલ્મ “મોબાઇલની સાઇડ ઇફેક્ટ” ટૂંક સમયમાં નજીકના થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
આ ફિલ્મનો ભવ્ય પ્રીમિયર શો તાજેતરમાં અમદાવાદ શહેરમાં યોજાયો હતો, જ્યાં શિક્ષણ જગત સાથે જોડાયેલા અનેક માન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ શહેરના શિક્ષણ વિભાગના DEO શ્રી રોહિત એમ. ચૌધરી સહિત અન્ય શિક્ષણ અધિકારીઓએ ફિલ્મ નિહાળી અને આજના સંવેદનશીલ વિષયને ફિલ્મના માધ્યમથી જનતા સુધી પહોંચાડવા બદલ પ્રોડ્યુસર શ્રી સુઘીર શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.
“મોબાઇલની સાઇડ ઇફેક્ટ” માત્ર મનોરંજન પૂરતી સીમિત ન રહી, પરંતુ બાળકો, માતા-પિતા અને સમાજને મોબાઇલના અતિરેક ઉપયોગથી થતી અસરો વિશે વિચારવા મજબૂર કરે છે. ફિલ્મમાં સંદેશ સાથે સાથે રસપ્રદ રજૂઆત પણ જોવા મળે છે, જે દરેક વર્ગના દર્શકોને જોડે રાખે છે.
ટૂંક સમયમાં આ ફિલ્મ આપના નજીકના થિયેટરોમાં રિલીઝ થશે. આપ અને આપના બાળકો સાથે મળીને આ વિચારપ્રેરક ફિલ્મ અવશ્ય જુઓ અને એક જાગૃત સમાજ તરફ પગલું ભરો.

















