Entertainment

તારો સાચો સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી તને સાચવે પારવતી, અખંડ સૌભાગ્યવતી..

 

બાળપણમાં જ્યારે મમ્મીને વ્રત કરતી જોતી ત્યારે વિચાર આવતો કે ખરેખર વ્રત કરવાથી, ભૂખ્યા રહેવાથી, જાગરણ કરવાથી સારો વર મળતો હશે? છતાં પણ આજે ખબર પડે છે,જ્યારે પતિ નાની નાની બાબતોનું ધ્યાન રાખતો હોય, એક પત્ની તરીકે નહીં પણ એક સ્ત્રી તરીકે આદર આપતો હોય,દરેક ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા આપતો હોય, આપણી તકલીફોથી પણ જેને તકલીફ પડતી હોય . ત્યારે વ્રત કર્યાનું ફળ મળ્યું છે તેવું અંતરથી લાગે છે..

મારી સાથે દરેક સ્ત્રીનો સુહાગ અમર રહે તેવી આજે કેવડાત્રીજના દિવસે મહાદેવને પ્રાર્થના.. 🙏🏻
કેવડાત્રીજની દંતકથા…
પ્રભુ શિવ અને માતા પાર્વતીજી એકવાર સોગઠા રમતા હતા. ત્યારે રમતા રમતા પાર્વતીજી એ પૂછ્યું;ભોલે આપને ખબર છે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં હોમાયા પછી મારું મૃત્યુ થયેલું ત્યારબાદ બીજા જન્મમાં આપને પામવા મે કયું વ્રત કરેલું?

ત્યારે શિવે પાસા ફેકતા ફેકતા કહ્યું ઉમા એક દિવસ નારદમુનિ મારી સાથે આપના વિવાહની વાત લઈને આપના પિતા હિમાલય પાસે ગયેલા.ત્યારે તેમણે મારા ખૂબ વખાણ કરેલા. ત્યારે આપે વખાણ સાંભળીને મનોમન મનમાં નક્કી કરેલું કે આપ મને વરશો. પણ આપના પિતાએ મારો અસ્વીકાર કરેલો.

કારણકે તે આપના લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવા માંગતા હતા. આ વાતની આપને જાણ થઇને આપ રિસાઈને જંગલમાં ચાલ્યા ગયા. ત્યાં આપે માટીના ઢગલામાં રમવા લાગ્યા અને રમતા રમતા મારું શિવલિંગ બની ગયું.આપે મારી પૂજા કરી અને મને બીલીપત્રની સાથે કેવડો અને બીજી વનકટી ધરાવી.

અને આખો દિવસ ભૂખ્યા રહ્યા અને આખી રાત ત્યાં બેસી રહ્યા અને મનોમન બોલ્યા કે મે ખરા ભાવથી તમારી પૂજા કરી હોય તો તમે મારા સ્વામી બનજો અને તે દિવસે ભાદરવાની અજવાળી ત્રીજ હતી.અને આમ સવારે જ્યારે આપના પિતા હિમાલય આપને શોધવા આવ્યા ત્યારે આપે કહીં દીધું કે આપ મને મનથી વરી ચુક્યા છો અને આપની ભક્તિ અને પ્રેમ આગળ આપના પિતા પણ પીગળી ગયા. અને આપણા વિવાહ થયાં.

આમ તો મને બીલી જ ચડાવાય છે પણ.. આપે કેવડો અને બીજી વનસ્પતિ ચડાવી મારી પૂજા કરેલી તેથી મને કેવડો અતિપ્રિય છે. દિકરીઓ મનગમતો વર પામવા અને સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમના પતિની લાંબી ઉંમર માટે આપને શણગાર અને મને કેવડો અને વનકટી ચડાવી આપણા બન્નેની પૂજા કરે છે… અને ભક્તિભાવથી કેવડાત્રીજનું વ્રત કરે છે..

સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

संगीत की दुनिया के लीजेंडस ने यादगार बना दिया एवरग्रीन म्यूजिक अवॉर्ड सीजन 3 को। दिखे गायिकी के कई रंग।

मुंबई, वीएस नेशन मीडिया ग्रुप और ताल म्यूजिक एंड फिल्म्स के संयुक्त तत्वाधान में…

સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનો શુંભારંભ,સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીરના સૂરમાં રંગાયું સિદ્ધપુર શહેર ….

એબીએનએસ,પાટણ : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર…

1 of 55

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *