સમગ્ર “આનંદોત્સવ” પ્રોગ્રામ ફેલોશીપ,ભાઈચારો,આત્મીયતા ,માણસ એક બીજા નજીક આવે તે હેતુ થી કરવામાં આવ્યો હતો.
આણંદ,તા.૨૬ લાયન્સ ક્લબ આણંદ યુવા દ્વારા પ્રોગ્રામ “આનંદોત્સવ” નું આયોજન કરવામાં આવ્યું હતું,લાયન જગત ની સમગ્ર ડીસ્ટ્રીકના ગવર્નર લાયન વિજયસિંહ ઉમટ દ્વારા “આનંદોત્સવ” પ્રોગ્રામ નું ઉદ્ઘાટન કર્યું હતું.લાયન રમેશભાઈ પ્રજાપતિ,લાયન પરિમલ ભાઈ પટેલ, લાયન શશીકાંત પરીખ, સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવી સમગ્ર પ્રોગ્રામ “આનંદોત્સવ” ની શોભા વધારી હતી.
લાયન મનોજભાઈ પરમાર અને લાયન દીપકભાઈ સુરાના ગેસ્ટ ઓફ ઓનર હતા.સાથે સાથે લાયન ભરતભાઈ શાહ, લાયન ઉપેન દીવાનજી,લાયન સુનિલભાઈ પટેલ,લાયન મહેશભાઈ શાહ એસ્ટીમ ગેસ્ટ હતા.સમગ્ર પ્રોગ્રામ નું સંચાલન પ્રોગ્રામ ચેરમેન લાયન શ્યામભાઇ શાહ,પ્રોગ્રામ કોઓર્ડીનેટર લાયન કિરણભાઈ મિસ્ત્રી,લાયન શશી પારેખ એક્ટર,લાયન મનીષભાઈ પ્રજાપતિએ કર્યું હતું.લાયન જગત ના સમગ્ર ડીસ્ટ્રીકટ માંથી પધારેલ રીજીયન ચેરમેન,ઝોન ચેરમેન પ્રમુખ, મંત્રી, ખજાનચી નું ખુબજ ઉત્સાહથી સ્વાગત કરવામાં આવ્યું
સમગ્ર “આનંદોત્સવ” પ્રોગ્રામના સ્પોંસર સૂર્ય ઉર્જા સિસ્ટમ્સ – લાયન મનીષભાઈ પ્રજાપતિ હતા.સમગ્ર પ્રોગ્રામ “આનંદોત્સવ” માં સંગીત સંચારક શ્રી લીમ્બચ ઓરકેસ્ટ્રા – ગુજરાતી એક્ટર લાયન શશી પારેખ દ્વારા કરવામા આવ્યું હતું.
લાયન્સ ક્લબ આણંદ યુવાના પ્રમુખ લાયન જયેશભાઇ રોહિત, મંત્રી લાયન પ્રશાંતભાઈ શાહ,ખજાનચી લાયન દેવેન્દ્રભાઈ, અને સમગ્ર યુવા ટિમ લાયન આશિષ મહેતા,લાયન રાકેશ કાછિયા પટેલ,લાયન સત્યેન્દ્ર,લાયન યશ પટેલ, લાયન સંતોષભાઈ, લાયન પંકજભાઈ, લાયન જતીનભાઈ,વગેરે સભ્યો એ ટિમ વર્ક થી મહેનત કરી હતી.
સમગ્ર પ્રોગ્રામના એડવાઈઝર લાયન પ્રેમિલા બેન પટેલ નું માર્ગદર્શન કરવામા આવ્યું હતું.સૂર્ય ઉર્જા સિસ્ટમ્સ,શ્રી લીમ્બચ ઓરકેસ્ટ્રા – શશી પારેખ અને સમગ્ર યુવા ટિમ ના સભ્યો દ્વારા આ પ્રોગ્રામ‘આનંદોત્સવ” ને સફળ બનાવવામાં આવ્યો હતો.પ્રોગ્રામ ના અંતે લાયન્સ ક્લબ આણંદ યુવા ના મંત્રી પ્રશાંત શાહે આભાર વિધિ કરી હતી.