ગુજરાતી કલા જગતમાં સોનાનો સુરજ ઉગતાં જોઈ,બાપ-દીકરી નો આનંદ એમણે શબ્દોમાં વર્ણવ્યો..કે વિધાનસભામાં વિશ્વ રંગભૂમિ ના દિવસે મને અને મારા પિતાશ્રી ને યાદ કરીને આમંત્રિત કરી અમારી કલાને બિરદાવામાં આવ્યા..
માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં..
મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને શ્રી જીતુભાઈ વાઘાણીના વરદ્ હસ્તે બાપ-દીકરી અને એમની કલાને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા..
ગુજરાત કલા જગતના ઈતિહાસની પહેલી ઘટના ના સાક્ષી બનવાનો એમને અવસર મળ્યો અને વિધાનસભામાં હાજરી આપવાનું વળી સૌભાગ્ય મળ્યું..
ફરી એક વખત વારસાગત સંગીત કલાને આગળ વધારતાં તેઓ સરકાર શ્રી નો આભાર વ્યક્ત કરતા રાજીપો અનુભવે છે..
રિપોર્ટર અભયરાજસિંહ વાળા