Entertainment

દર્દ’ફિલ્મ થી હીરો રૂપે લોકો ના દિલ માં સ્થાન બનાવશે વિરાજ વાધેલા

સફળ નિર્માતા દિગ્દર્શક ભગવાન વાધેલા  ના પુત્ર વિરાજ ની ફિલ્મ દર્દ ૯મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાતની સાથે મુંબઈ માં થશે રીલીઝ

ભાવનગર તા ૩૧
ગુજરાતી ફિલ્મ જગત માં આજ ના સમયમાં ખુશી નો ઉત્સાહ છવાયો છે. લોકો સિનેમાહોલમાં મોટી સંખ્યામાં પરિવાર સાથે જઈ રહ્યા છે જેનું કારણ લોકો ને ગમે એવી મનોરંજન સભર ફિલ્મો  આવી રહી છે.આવી જ એક સુંદર ફિલ્મ તારીખ 9 સપ્ટેમ્બર ના રોજ આવી રહી છે જેનું નામ ‘દર્દ’ છે.જેમાં જીવન ના સુખ અને દુઃખ ની સુંદર વાત વર્ણવી છે.

પ્રેમ પવિત્ર છે અને આ પવિત્ર પ્રેમ ની એક સુંદર કલ્પના અને એ પણ દર્દ ના રૂપમાં આકર લે ત્યારે એ અસહ્ય બને છે!અને આ દર્દ માં નિર્માતા દિગ્દર્શક ભગવાન વાધેલા એ પરિવાર નો સ્નેહ અને મનોરંજન નો મસાલો નાખી દર્શકોને મનોરંજન આપવાનો પ્રયાસ કર્યો છે!

પોતાની આવડત અને અથાગ મહેનત થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટીટ માં આગવી ઓળખ બનાવનાર નિર્માતા દિગ્દર્શક ભગવાન વાધેલા ના પુત્ર વિરાજ વાધેલા દર્દ ફિલ્મ થી અભિનય શેત્રે કદમ માંડ્યા  છે
એ જેમ મોરના ઈંડા ચીતરવા ન પડે એમ વિરાજ ને નાનપણ થી અભિનય નો શોખ અને. ઘણી ફિલ્મો માં બાળકલાકર તરીકે પોતાની અભિનય પ્રતિભા દેખાડી લોકો ની વાહ વાહ મેળવી છે અને હવે હીરો રૂપે આવી રહ્યો છે તો લોકો ની અપેક્ષા વધી ગઈ છે.

અનેક સફળ ફિલ્મો આપનાર ભગવાન વાધેલા એ આ ફિલ્મ આજના યુવા ને ખાસ પસન્દ આવે તેવી આપી રહ્યા છે. ‘દર્દ’ માં સુપર સ્ટાર હિતુ કનોડિયા અને યુવા હૈયા ની ધડકન પ્રિનલ ઓબેરોય સાથે ખૂબસૂરત યુવા વિરાજ વાધેલા છે.જેને પ્રશાંત બારોટ મુરલી પટેલ અને ભાવિની જાની સહિતના દમદાર અભિનેતા નો સાથ મળ્યો છે.

ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થયું અને લોકો ની સાથે વિવેચકો ને પણ ખૂબ આકર્ષિત કરી રહ્યું છે.ફિલ્મ નું પ્રમોશન ગીત આજના નંબર વન ગાયક જીગ્નેશ બારોટનો સ્વર મળતા ફિલ્મ ને ચાર ચાંદ લાગ્યા છે સાથે રાજસ્થાની લોકપ્રિય ફોક સિંગર મામેખાન સાથે પુષ્પા ફિલ્મ ફેમ જાવેદ અલી અને વ્હાલનો દરિયો ફ્રેમ શાંતવની ત્રિવેદી જેવા સિંગરો એ આ ફિલ્મના ગીતોમાં પોતાનો સ્વર આપ્યો છે.

અત્યારે ગુજરાતી ફિલ્મ ની સફળતા કથા સંગીત ની સાથે કલાકારો નો દમદાર અભિનયN મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે દર્દ ફિલ્મ થી ગુજરાતી ફિલ્મ જગતમાં વધુ એક ટેલેન્ટેડ અભિનેતા વિરાજ વાધેલા નું આગમન આવનાર સમય માટે નવા સ્ટાર નો માર્ક મોકળો કરશે.

કલા મંદિર ફિલ્મ્સ બેનર માં નિર્માત્રી કલાબેન વાધેલા ની ‘દર્દ’  ની કથા અને દિગ્દર્શક ભગવાન વાધેલા છે અને ફિલ્મ નું સંગીત જીતુ પ્રજાપતિ એ આપ્યું છે તો સહ નિર્માતા જીલું ભરવાડ છે.
ફિલ્મ નું નામ ‘દર્દ’ પણ દર્શકો ના દિલ ને હચમચાવી દે તેવી પ્રણયત્રિકોણ ફીલ્મ છે.

આ ફિલ્મ નું શૂટિંગ ગુજરાત ની સાથે મનાલી ના મનમોહક વિસ્તારો માં થયું છે.  સ્ટાર હિતુ કનોડિયા,પ્રિનલ ઓબેરોય અને વિરાજ વાધેલા ની ‘દર્દ’ લોકો ના દર્દ ને ચોક્કસ ભુલાવી દેશે…!તો તારીખ 9 સપ્ટેમ્બર ના રોજ એક સુંદર ફિલ્મ દર્દ જોવા મળશે એ ચોક્કસ વાત છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 54

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *