ડૉ જીજ્ઞા દેસાઇ દ્વારા હર હંમેશ પોતાના એન.જી.ઓ ના માધ્યમથી નાના ગરીબ બાળકો , વૃધ્ધાઓ સહિત માનવ સેવા તથા શૈક્ષણિક ક્ષેત્રે સેવાકીય કાર્યો માંટે મક્કમ બની કાર્ય કરી રહી છે ત્યારે તાજેતરમાં મહિલાઓમા રહેલી પ્રતિભાઓને બહાર લાવવા માટે ડોક્ટરો , એન.જી.ઓ , ફેશન ડિઝાઈનર , સામાજીક કાર્યકર , બેસ્ટ મધર , બાળ પ્રતિભાઓ સહિત ને સન્માનિત કરવા માટે મહારાષ્ટ્ર ના મુંબઈ ખાતે એક નવી દિશા ગુરુકુળ ફાઉન્ડેશન ડૉ જીજ્ઞા દેસાઇ દ્વારા ભવ્ય વુમન એચિવર એવોર્ડ શો યોજાયો હતો
પ્રથમ ગણપતિની પૂજા સાથે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ એવોર્ડ શો માં નારીશક્તિ સહિત વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરનાર તથા સમાજ સેવાના કાર્યો માં અગ્રેસર મહિલાઓ , પુરુષો તથા પત્રકાર મિત્રો ને એવોર્ડ તથા સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય , બોલીવુડ મ્યુઝિક ડાયરેક્ટ, બોલીવુડ ડાયરેક્ટો , એન.જી.ઓ ના સંસ્થાપકો , મુંબઈ એસ.પી , ગુરુજી , વિવિધ ઈલેક્ટ્રોનિક તથા પ્રિન્ટ મિડિયાના સિનિયર તથા યુવા પત્રકારો તથા ગુરુકુળ ફાઉન્ડેશન ની તમામ ટીમ ઉપસ્થિત રહી હતી
આ નારી શક્તિ સન્માન સમારોહમા ગુજરાત , બિહાર , મહારાષ્ટ્ર સહિત રાજ્યો માંથી ઉપસ્થિત મહિલાઓને એવોર્ડ તથા સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા ડૉ જીજ્ઞા દેસાઇ દ્વારા લખવામાં આવેલ બુક જેનુ ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા ધાર્મિક બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનુ સુંદર એકરીગ રેણુકા દુગલ દ્રારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા એક નવી દિશા ગુરુકુળ ફાઉન્ડેશન ડૉ જીજ્ઞા દેસાઇ સહિત ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી
બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા ગુજરાત