જાણીતા લોક ગાયક ખેલૈયા ગરબા ક્વિવન ના નામે જાણીતા દર્શના વ્યાસ નું અંબાજી ખાતે સેવા કેમ્પ માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લન્ડન દ્વારા ગુજરાત ના અઘ્યક્ષ અને જાણીતા એડવોકેટ ડો અશ્વિનભાઈ ત્રિવેદી દ્વારા સન્માન સર્ટીફિકેટ એનાયત કરેલ દર્શના વ્યાસે સતત 33 વર્ષ થીં લોક ગાયિકા તરીકે ગુજરાત તેમજ દેશ વિદેશ માં નામના મેળવેલ છે
ખેલૈયા ગરબા કૅસેટ થીં ખ્યાતિ પ્રાપ્ત થયેલ અને અંબાજી ખાતે યુ એસ ના સેવા ભાવિ હસમુખ ભાઈ પટેલ ના ગ્રુપ દ્વારા સંચાલિત સેવા કેમ્પ માં એકજ જગ્યા એ 22 વર્ષ થીં પંચમ મ્યુઝિકલ ગ્રુપ ના વિપુલ પંછીવાલા સાથે અંબાજી જતા પદયાત્રિકો ને ગરબા ગાઈ ને સેવા કરવા માં આવે છે
જે સેવા ને બિરદાવી એવોર્ડ ફંકશન માં જિલ્લા મુખ્ય સરકારી વકીલ હિતેશ રાવલ બાર કાઉન્સિલ ના સભ્ય શંકર સિંહ ગોહિલ એડવોકેટ વિક્રમસિંહ સોલંકી. રમેશ પટેલ અને પ્રદીપસિંહ વાઘેલા તેમજ વર્લ્ડ બુક ના પ્રતિનિધિ વર્ષા ત્રિવેદી એ હાજર રહી સન્માન કરેલ મોટી સંખ્યા માં પદ યાત્રિકો હાજર રહી દર્શના વ્યાસ ને અભિનંદન પાઠવેલ