રિપોર્ટ: અનુજ ઠાકર
અમદાવાદ નજીકના ખેડા જિલ્લાના પામ ગ્રીન્સ રિસોર્ટ ખાતે ગુજરાતી ફિલ્મ ‘ડમરું’નું ભવ્ય મુહૂર્ત કરવામાં આવ્યું. AAAAના તન્મય શેઠે અને જાણીતા ફિલ્મકાર અખિલ કોટકે ખાસ હાજરી આપી હતી.
નિર્માતા રમેશ પ્રજાપતિ દ્વારા નિર્મિત અને હાર્દિક પરીખ દિગ્દર્શિત આ ફિલ્મ સંપૂર્ણ રીતે એક ફેમિલી કોમેડી ડ્રામા હશે, જેને સમગ્ર પરિવાર સાથે બેસીને નિર્ભયપણે માણી શકાય તેવી રહેશે.
ફિલ્મમાં ગુજરાતી રંગમંચ અને સિનેમા જગતના જાણીતા કલાકારો – સંજય ગોરડીયા, નક્ષરાજ, નીરવ વૈદ્ય, સૌરભ રાજ્યગુરુ, વિશાલ વૈષ્ય, ભાર્ગવ પરમાર, મકરંદ શુક્લા, હેમાંગ દવે, નિશિથ બ્રહ્મભટ્ટ, નિરાલી ઓઝા અને આરતી સોની મહત્વપૂર્ણ ભૂમિકામાં નજરે પડશે.
કથાવસ્તુનો રફ ખાકો નિરવ જોશી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને સ્ક્રીનપ્લે રિષિકેશ ઠક્કર દ્વારા લખાયું છે. ફિલ્મ હાસ્યથી ભરપૂર હોવા છતાં પણ લાગણીભર્યા પળો સાથે દર્શકોને ગમશે તેવું લાગતું છે.
મૂહૂર્ત પ્રસંગે નિર્માતા રમેશભાઈએ જણાવ્યું હતું કે, “ડમરું માત્ર મનોરંજન પૂરતું જ નથી, પણ તેમાં સંસ્કાર, સંબંધો અને ગુજરાતી સંસ્કૃતિનો પરિચય પણ મળશે.”
ફિલ્મ આગામી દિવાળી કે નાતાલ દરમિયાન રિલીઝ થવાની શક્યતા છે. ગુજરાતી દર્શકો માટે આ ફેસ્ટિવ સીઝનમાં આ ફિલ્મ હાસ્ય અને ભાવનાનો સુંદર મેળ ધરાવતી બની શકે છે.