આજથી આદ્યશક્તિ માં અંબાને આરાધનાના પર્વ નવરાત્રી ની શરૂવાત થઈ ચુકી છે. ત્યારે સુરત ના મોટા વરાછા ખાતે યોજાયેલી ખોડલધામ નવરાત્રિમાં ગાયિકા અલ્પા પટેલ પર ડોલરનો વરસાદ થયો હતો.
નવરાત્રિ અગાઉની પૂર્વરાત્રીએ યોજાયેલા ગરબાના કાર્યક્રમમાં અલ્પા પટેલે જ્યારે ‘ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો’ ગીત ગાયું ત્યારે તેમના પર ડોલરનો વરસાદ થયો હતો. અંદાજે 2000થી વધુ ડોલર નો વરસાદ થયો હતો. જેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રિપોર્ટર:- નરેશભાઈ ડાંખરા
સેવાકીય પ્રવૃત્તિમાં રૂપિયા વપરાશે:
ડોલરનો વરસાદ થતા આ અંગે ખોડલધામ નવરાત્રિ સાથે સંકળાયેલા અને ભાવનગર જિલ્લા ના ગારીયાધાર તાલુકા ના પરવડી ગામ ના યુવક સુખાભાઈ ગોયાણી એ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ભજનમાં જ રૂપિયાનો વરસાદ ગાયકો પર થતો હોય છે.
પરંતુ નવરાત્રિ અગાઉ યોજાયેલા રાસ ગરબા મહોત્સવમાં ખોડલધામની વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં એકઠા થનારા રૂપિયા વપરાવાના હોવાથી તમામ લોકો છુટા હાથે દાનના સ્વરૂપે રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે. બેથી અઢી લાખ રૂપિયા ભારતીય કિંમત પ્રમાણે ઉડતા આ રૂપિયા ખોડલધામની સેવાકિય પ્રવૃત્તિમાં વાપરવામાં આવશે તેમ આયોજકોએ કહ્યું હતું