Breaking NewsEntertainment

ગુજરાત નું ગૌરવ વધારતી અમદાવાદ ગુજરાત ની લોક પ્રિય અભિનેત્રી પુજા પ્રજાપતી

અમદાવાદ ગુજરાત માં જન્મેલી અને નાનપણ થી માતા પિતા ના આશીર્વાદ થી ભણતર ની સાથે સાથે પોતાના માં રહેલી ટેલેન્ટ અને કળા દ્વારા ખુબજ ઓછા સમય માં (ગુજ્જુવલ્ડ થી ટોલીવુડ થી બોલીવુડ સુધી ની સફર)
પુજા પ્રજાપતિ માં અમદાવાદ માં મીનાબેન અને મહેશભાઈ પ્રજાપતિ ના ઘરે માતા મીનાબેન પણ એક્ટ્રેસ છે જેના કારણે પૂજા ને બચપણ થી જ એક્ટિંગ નો શોખ હતો જેના કારણે માતા એ તેની આ કલા ને પારખી ને અભિનય શિખવાડવાની શરૂઆત કરી હતી
પુજા એ આશિકી (ગુજ્જુ મુવી), ટ્રીપ ટુ બેચલર પાર્ટી અને રોમી (હિન્દી મુવી), ની કાસમ અને મુરકોડું (તેલુગુ મુવી) જેવી અનેક ફિલ્મો માં કામ કર્યું છે જે દર્શકો ને ખુબ જ પસંદ પડી હતી તેમજ ગુનાહ નામ ની એક વેબ સિરીઝ પણ કરી છે જેમાં તેણે IPS નો રોલ કર્યો હતો

તેમજ મારોવીર,તરસું રે,તારા પાપા ને સુકામ કેહવું છે,એક બેવફા દિલ તોડી ગઈ,તારી પ્રીત માં પાગલ,મોત ની તારીખ ,બિયર બાર માં અને હસો તો ખરા જેવા અનેક સોન્ગ પણ કર્યા છે,જેમાંથી “હસો તો ખરા’” સોન્ગ તો સુપર ડુપર હિટ પુરવાર થયું હતું અને દર્શકો ને ખુબ જ પસંદ આવ્યું હતું અને આ સોન્ગ ને લાખો લોકે એ નિહાળ્યું હતું આ સિવાય મુજે યાદ હે અને તુમ્હે આના હોગા (હિન્દી સોન્ગ) ,પિન્ક પિન્ક (પંજાબી સોન્ગ),તેમજ પરદેશી ઢોલા અને ખીર કી થાલ (રાજસ્થાની સોન્ગ) જેવા સોન્ગ પણ કર્યા છે જે પણ ખુબ જ હિટ થયા હતા
પુજા પ્રજાપતિ એ ગુજરાતી આલ્બમ માં વરસાદી પ્રિત,કોણ જાણે કેમ રે ભૂલી ગયા,હસવાનું કારણ મને કહી દયો,જખમ,યાદમાં રહો છો ,તરસું રે એક પ્રેમ કહાની, મારે કેટલા ટકા,કોરા કાગળ પર લખી રાખજે,જન્મો જન્મ ની પ્રિત,લીંબોડી,વણઝારો, ગરવી રે ગુજરાત મારું,તમે શું જનો મારા દર્દ ને,માં તારા આશિષ છે ને તારી છે દયા,તારી પ્રિત માં પાગલ,તારા પપ્પા ને શું કામ કેવું સે,મુજે યાદ હે,હસો તો ખરા, રાધા ને શ્યામ વિના આરો ક્યાં, તારી પ્રિત માં પાગલ,બીયર બાર માં,મારો વીર,મોત ની તારીખ,જતા જતા એક વાર વિચારી લેજો,બદનામ કેમ કરી તે મને, ભાઈ બંધી પાકી તૂટી ગઈ ગોરી તડપે થારી યાદ મેં ,નદી રે કિનારે મ્હારો,પરદેશી ઢોલ, રાજસ્થાનીસોંગ, પુજા પ્રજાપતિ એ ઘણા બધા ગુજરાતી આલ્બમ માં પોતાની ટેલેન્ટ દ્વારા તેમાં એક્ટિંગ કરી હિટ કરેલા છે તેમજ રાજસ્થાની ગીતો માં એક્ટિંગ કરી ગીતો હિટ કરેલા છે.

પુજા પ્રજાપતિ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત તે મોડેલ વર્ક પણ કરે છે સાથે જ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.પોતાની ખુબસુરત તસ્વીરો અપલોડ કરીને ફેન્સને તે સદાય પસંદ પડતી રહે છે અને વાહવાહી મેળવતી રહે છે

પોતાના શરીરની ફિટનેસ અને સુંદરતા માટે ધ્યાન રાખતી પૂજા રેગ્યુલર યોગા કરે છે,પૂજા ફિલ્મો માં નવા નવા અને ચેલેન્જિંગ રોલ કરવા માટે પ્રખ્યાત છે ટુક સમય માં આવી રહેલી તેની ફિલ્મ ગ્રીન ફોર્સ માં અભિનય ના ઓજસ પાથર્યા છે અને તેણે પોતાની જાતને અનેકે નવા નવા પાત્રોમાં ઢાળવાની બખૂબી કોશિશ કરે છે
પુજા કહે છે કે “મને મારી કેરિયર બનાવવામા મારી ફેમિલી એ ખુબ જ સાથ સહકાર આપ્યો છે જેમાં મારા મમ્મી નો ખુબ જ સપોર્ટ રહ્યો છે
પુજા એક સારી એવી અભિનેત્રી ની સાથે સાથે એક સામાજીક કાર્યકર છે લોક ડાઉન જેવા કપરા સમય માં તેવો એ જરૂરીયાત વાળા લોકો ને જમવાની અને જીવન જરૂરીયાત વસ્તુ આપી તેમની જઠરાગ્ની ઠારી છે. આવા કપરા સમય માં પરિવાર દ્વારા તેમને ખુબ સાથ સહકાર મળ્યો છે અને સાથે વાત કરીએ તો હાલ માં પણ કોરોના ની મહામારી મેં પણ તેવો સેવા માં તન મન ધન થી સાથ સહકાર આપે છે.
તેમનું કેવું છે આજે જે છું મારા માતા પિતા અને ચાહકો ના સાથ સહકાર થી જ છું તેમને એક વાત હજુ કરી મારા વેતન માંથી હું જરૂરીયાત વાળા માટે હર હંમેશા સાથે છું હું જરૂરીયાત લોકો ના મદદ માટે હર હમેશા જોડે છું
પુજા પ્રજાપતિ દેખાવ માં સુંદર ની સાથે સાથે તેમની ટેલેન્ટ ની પણ વાહ વાહ થઇ રહી છે પુજા પ્રજાપતી ગુજરાત નથી પણ ભારત ભર માં ૧૦૦ થી આલ્બમ ગીતો અને શોર્ટ ફિલ્મ,વેબ સીરીજ પણ કરેલ અને અલગ અલગ રાજ્યો માં પણ ઘણી બધી સીરીયલ અને ફિલ્મ માં મુખ્ય અભિનેત્રી ની ભૂમિકા ભજવી છે .
પુજા પ્રજાપતિ એવોર્ડ,લાઇવપ્રોગ્રામ,સામાજીક કાર્યકમ ,સમુહ લગ્ન,તેમજ ઘણા બધા નાના મોટા પ્રોગ્રામો માં મુખ્ય મહેમાન તરીકે તેમને આમંત્રણ મળેલા છે.
પુજા પ્રજાપતિ ને સારું સારું જમવાનો પણ ખુબજ શોખ છે અને સાથે સાથે બનાવાનો પણ શોખ છે અને મ્યુઝીક, ડાન્સ માં ખુબ સારી એવી રુચિ છે પોતાની જીવનશેલી એક મહારાણી જેમ રહે પણ આ પાછળ તેમની સંઘર્ષ જીવન અને માતા પિતા ના આશીર્વાદ થી જીવે છે તેમનું એક એવું સપનું માતા પિતા અને તેમના પરિવાર ને મોજ થી અને ખુશ રાખે અને પુજા પ્રજાપતિ મિત્ર સર્કલ પણ તેમને તેના દરેક કાર્ય સાથ સહકાર આપે છે.
પુજા પ્રજાપતિ ને ધર્મ ભક્તિ માં ખુબજ મને અને ધાર્મિક કાર્યો માં અગ્રસર અને દરેક દેવી દેવતા માં શ્રદ્ધા અને ભક્તિ થી માને છે .
પુજા પ્રજાપતિ એ જી.એક્સપ્રેસ ન્યુઝ ના સ્પેશિયલ ઇન્ટરર્વ્યું માં તેમને સમગ્ર માહિતી આપી છે. સ્પેશિયલ ઇન્ટરર્વ્યું માં ચેરમેન શ્રી હેમરાજ સિંહ વાળા, મેંનેજીગ ડાયરેક્ટર બિનલબા હેમરાજ સિંહ વાળા અને યુવા રિપોટર અભિષેક ડી.પારેખ એ તૈયાર‌ ‍કરેલ છે.
વધે તમારી નામના જી એક્સપ્રેસ ન્યુઝ પરિવાર તરફથી શુભેચ્છા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 379

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *