પેરિસ, એબીએનએસ: સંજીવ રાજપૂત: ફ્રાન્સમાં 78 મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 ચાલી રહ્યો છે. દુનિયાભરના પ્રખ્યાત ફિલ્મ સ્ટાર્સ રેડ કાર્પેટ પર પોતાનો જાદુ ફેલાવી રહ્યા છે. આ વર્ષે પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાના લુકથી બધાના દિલ જીતી લીધા હતા. ગત વર્ષે પણ કોમલે કાન્સ ફેસ્ટિવલમાં સૌંદર્યના કામણ પાથર્યા હતા.
કચ્છના ગાંધીધામની અને ગુજરાતી સાથે માય ફાધર ઇકબાલ જેવી બોલિવૂડ હિન્દી ફિલ્મમાં અભિનેત્રી તરીકેનો લીડ રોલ કરનારી કોમલે હોલિવૂડ અને બોલિવૂડની હસ્તીઓ રેડ કાર્પેટ પર વોક કરીને કચ્છની સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.