Entertainment

ગુજરાતી ફિલ્મ ‘સાત ફેરા’ ની 26મીને સમગ્ર ગુજરાતમાં ધમાકેદાર રજુઆત

કંડોલિયા ફિમ્સની કર્ણપ્રિય સંગીત સાથેની પ્રેમકહાની દર્શકોને ખુશ કરશે

લોકપ્રિય ગાયક કૌશિક ભરવાડ અને  ધવલ બારોટના ગીતો એ ધૂમ મચાવી

અમદાવાદ તા.24/01/2024
ધરતીના સ્વર્ગ સમાન મનાલીના મનમોહક અને રમણીય સ્થળ પર આકાર પામેલી કંડોલિયા ફિલ્મ્સ નિર્મિત પારિવારિક કથા, પ્રેમ કહાની અને ખાટ્ટી મીઠ્ઠી કોમેડી સાથે વેરવસુલાત પર બનેલી ગુજરાતી ફિલ્મ “સાત ફેરા ” ૨૬મી જાન્યુઆરીએ સમગ્ર ગુજરાતમાં રીલીઝ થવા જઈ રહી છે.

સાજણ પ્રીતની જગ માં થાશે જીત, હવે ક્યારે મળીશું અને હું છું ને જેવી સફળ ફિલ્મો આપનાર કંડોલિયા ફિલ્મ્સની નવી પારિવારિક પ્રેમ કથા , કોમેડી થી ભરપૂર અને સુમધુર ગીત સંગીત સાથેની  ફિલ્મ ‘સાત ફેરા’ 26મી જાન્યુઆરીના સમગ્ર ગુજરાત માં રીલીઝ થશે

પ્રેમકહાની, કોમેડી, ગીત સંગીત અને યુક્તિ પ્રયુક્તિના ખેલ થી ભરપૂર “સાત ફેરા” ફિલ્મ લોકોના દિલને સ્પર્શી જશે તે ચોક્કસ છે,
કંડોલિયા ફિલ્મ્સની સફળ ફિલ્મ  હવે ક્યારે મળીશું ના લોકપ્રિય ગીત મારા મલકના મેના રાણી.. બેસ્ટ ગીત નો ગુજરાત સરકાર દ્વારા એવોડ મળ્યો હતો અને હવે સાત ફેરા માં પણ એક થી એક ચડિયાતા કર્ણપ્રિય ગીતો સાંભળવા મળશે.

સાત ફેરામાં ગુજરાતી ફિલ્મોની નંબર વન અભિનેત્રી પ્રિનલ ઓબેરોય સાથે સમર્થ શર્માની સુંદર જોડી અને  લોકપ્રિય લોકગાયક  ધવલ બારોટ પ્રથમવાર ફિલ્મોમાં હીરો રૂપે આવી  રહ્યા છે સાથે સુંદર અભિનેત્રી રિયા જયસ્વાલ પણ જોવા મળશે.

કાવાદાવામાં અવ્વલ અને સંવાદોનો શહેનશાહ ગણાતો વિલન પ્રેમ કંડોલિયા ફરી દર્શકો ને ચોંકાવી દેશે, સાથે કોડિયન ગગો અને ગજું લોકો ને પેટ પકડીને હસાવશે .રાજેશ ઝવેરી જલ્પા ઉમરાળિયા,લક્ષ્મી જોગદિયા, સીરાજ વોરા, ટેમભા જાડેજા, અરવિંદ ભટ્ટી, બિપિન ખોખરીયા, નેન્સી શાહ સહિતના કલાકારો એ અભિનયના ઓજસ પાથર્યા છે.

સાત ફેરા ગુજરાતી ફિલ્મનું સંગીત મનોજ વિમલ અને ગીતો રાહુલ વેગડે અને અશોક ગોસ્વામી એ લખ્યા છે. કથા પટકથા અશોક ગોસ્વામી કેમેરામેન રાજુ જામ અને ચેતન મહેરા, ફાઇટ ઈલિયાસ શેખ, એડિટિંગ ઘનશ્યામ તલાવીયા, ડ્રેસ ડિઝાઇન નાથાભાઇ આહીર અને કોરિયોગ્રાફર માધવ કિશનનું છે. પ્રોડક્શન મેનેજર ચેતન સરવૈયા અને સ્ટીલ ફોટો નટવર સિંહ ગોહિલ છે.

સાત ફેરામાં પ્રથમવાર ગુજરાતના લોકપ્રિય ગાયક કૌશિક ભરવાડ ના સુમધુર અવાજ માં ગીતો સાંભળવા મળશે, તો ભાવનગરની જાણીતી કોકિલ કંઠી ગાયિકા સુરભી પરમાર  પ્રથમવાર આ ફિલ્મથી પ્લેબેક ગાયિકા રૂપે આવી રહ્યા છે.

26 જાન્યુઆરી ના રોજ સમગ્ર ગુજરાત માં “સાત ફેરા” રીલીઝ થઈ રહી છે. જે દર્શકોના દિલ ડોલાવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

संगीत की दुनिया के लीजेंडस ने यादगार बना दिया एवरग्रीन म्यूजिक अवॉर्ड सीजन 3 को। दिखे गायिकी के कई रंग।

मुंबई, वीएस नेशन मीडिया ग्रुप और ताल म्यूजिक एंड फिल्म्स के संयुक्त तत्वाधान में…

સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનો શુંભારંભ,સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીરના સૂરમાં રંગાયું સિદ્ધપુર શહેર ….

એબીએનએસ,પાટણ : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર…

1 of 55

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *