અનુજ ઠાકર.
આજના મોબાઈલ રમતોથી ઉભરાતા જમાનામા જુના સમયના બાળપણની ભુલાયેલી રમતોને જીવંત કરવાની સુંદર વાત લઈ ને આવતી ફિલ્મ “ગોતી લો”નુ ટ્રેલર લોન્ય કાલે બોક્ષ ક્રિકેટ અને પીકલ બોલ જેવી ગેમ કોર્ટમાં કરવામા આવ્યુ હતું.
આગમી ૨૭ જુને રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ ‘ગોતી લો’ નું ટ્રેલર કંઈક અનોખી રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું. ટાફ ગ્રુપ આયોજિત ‘મોજની ફટાફટી’ નામથી Seven 11 & Evara Eatery બોક્સ ક્રિકેટ રમવા માટેની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મ ગોતી લો… નું ટ્રેલર અને ગીતો લોન્ચ કરવામાં આવ્યા હતાં. જેમા ટાફ ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમનું કહેવું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આજસુધી આ રીતે કોઈ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થતાં નથી જોયું.
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં રોજેરોજ નવા નવા વિષયો સાથે ગુજરાતી ફિલ્મો આવતી રહેતી હોય છે. ત્યારે એક નવા જ આપણા બધાંને ગમતાં વિષય સાથે ગોતી લો ફિલ્મ આગમી ૨૭ જુનના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. જેનું ટ્રેલર લોન્ચ અનોખી રીતે કરવામાં આવ્યું છે.
ફિલ્મનું ટ્રેલર જોતાં જ ખ્યાલ આવી જાય છે કે ‘ગોતી લો’ ફિલ્મ બાળપણ સાથે જોડાયેલી ફિલ્મ છે. બાળપણમાં રમેલી રમતો જેમ કે ભમરડા, લખોટીઓ, ગિલ્લી ડંડા, સતોડીયુ જેવી અનેક રમતો આપણે રમ્યા છીએ. આજ બાળપણને ફરી યાદ કરાવવા માટે ગોતી લો ફિલ્મ આવી રહી છે.
પ્રગત્યા ફિલ્મ્સ પવર લિમિટેડ અને આઇએસએચ ક્રિએશન (યુએસએ)ના સંયુક્ત પ્રયાસથી બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન દીપક અંતાણીએ કર્યું છે, જ્યારે ગૌરંગ ભવસાર (યુએસએ) નિર્માતા અને પ્રશાંત પટેલ (આખા) સહ-નિર્માતા તરીકે જોડાયેલા છે. ફિલ્મની કથા જે ગૌરંગ ભવસારના કલ્પનાશીલ નેતૃત્વ હેઠળ રચાઈ છે. લેખનમાં અશોક ઉપાધ્યાયનો હસ્તક્ષેપ જોવા મળે છે. ગીતોનું સર્જન લેટ રમેશ પારેખ, દિલીપ રાવલ, દીપક અંતાણી અને સમીર-મના દ્વારા કરવામાં આવ્યું છે. જે ફિલ્મને સંગીતીય ઝંઝટથી સજાવે છે. ચિત્રકાર અને સંપાદક તરીકે રૂપંગ અચાર્ય, જ્યારે નિર્માણ નિર્દેશન ફલગુન ઠકોરેના હસ્તક્ષેપથી સજ્જ થયું છે. ફિલ્મનું પોસ્ટર, જે બાળકોના બાળપણની રમતની યાદોને દર્શાવે છે, દર્શકોના મનમાં નોસ્ટાલ્જિયાની લહેર ઉઠાડી દે છે.
‘ગોતી લો!’ ગુજરાતી ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવા આયમ સર કરશે એવું લાગી રહ્યું છે. બાળપણની નિર્દોષતા અને સંબંધોની મીઠાશને પડદે રજૂ કરશે ત્યારે ગુજરાતી દર્શકોને ચોક્કસથી આ ગમશે એમ કહી શકાય. ફિલ્મના ગીતો પણ ખૂબ સરસ છે.
રૂપમ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રકાશિત આ ફિલ્મ ગુજરાતી દર્શકો માટે એક અનોખો અનુભવ લઈને આવી રહી છે. 27 જૂનથી નજીકના સિનેમાગૃહોમાં આ ફિલ્મ જોઈને ગુજરાતી સિનેમાની આ નવી યાત્રામાં જોડાઓ!