. જેમાં કેટલીક મહિલાઓ જેમણે જીવનમાં કંઈક હાંસલ કર્યું છે તેમને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા અને ફિલ્મની સ્ટારકાસ્ટે ફિલ્મની વાત કરી. આ ઇવેન્ટનું સફળ મંચ સંચાલન અભિમન્યુ+સ્નેહલ મોદીએ કર્યું હતું. ઇવેન્ટ પછી જે રીતે Snehal Abhimanyu Modi & Abhimanyu Modi સ્નેહલ+અભિમન્યુ જોડે બધા ફોટો પડાવવા માટે એ રીતે આવતાં હતાં જ્યારે સેલિબ્રિટી જ હોય, અને એટલે કે તેમણે અદભૂત રીતે મંચનુ સંચાલન કર્યું હતું,
આ બધું જોઈને કેટલો આનંદ થાય કે આપણું ઘરનું વ્યક્તિ આટલું સફળ સંચાલન કરે છે અને એ સંચાલનથી ઈમ્પ્રેશ થઈને લોકો તેમની સાથે ફોટો પડાવે છે અને નંબર માંગે છે. આટલી હળવાશ અને સહજતાથી મંચ સંચાલન કર્યું એ અદભૂત હતું અને મને વિશ્વાસ છે કે આ આગળ પણ ચાલું જ રહેશે આ તો શરુઆત હતી.
સમગ્ર ઇવેન્ટનું આયોજન અભિલાષ ઘોડાની કંપની તિહાઈ કર્યું હતું. ઘણીવાર મને એમ થાય છે કે Abhilash Ghoda આટલું બધું કેવી રીતે કરી લેતા હશે, કારણ કે મુંબઈ, સુરત, અમદાવાદ કોઈપણ ઇવેન્ટ હોય અને તેમનું આયોજન એટલું પરફેક્ટ હોય કે તમને એમ થાય કે ગજ્જબ આયોજન છે. આમંત્રણ પણ તેઓ પોતે મેનેજ કરીને બધાંને પર્રશનલી મોકલી આપે છે. આયોજન બદલ તેઓ પણ અભિનંદનના હકદાર છે. અભિનંદન 💐
‘જલેબી રોક્સ’ ફિલ્મ જે ૨૭ જુને થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. બે-ચાર મહિના પહેલા સ્પેશિયલ સ્ક્રીનીંગ વખતે ફિલ્મ મેં જોઈ છે. બધાં જ મને ઓળખે છે મને ફિલ્મ ન ગમે તો હું ખોટો વખાણ નથી જ કરતો, ન ગમી હોય ને લખું તો પછી કચકચાવીને જે છે એ લખી દઉં અથવા તો ચૂપ રહેવાનું પંસદ કરું. પણ આ ફિલ્મ જોયાં પછી સભાન અવસ્થામાં કહું છું કે આ ફિલ્મ ચોક્કસથી જોવા જવી જોઈએ.
ફિલ્મનો વિષય તો સારો છે જ પણ ટેક્નિકલ રીતે જોઈએ તો પણ ઘણી સારી છે, ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક, ડબિંગ, આર્ટિસ્ટ સિલેકશન, ડાયલોગ્સ, ડિરેક્શન અને આખી ફિલ્મની માવજત ખરેખર દાદ માંગી લે એવી છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મો જોવાની કેમ નથી મજા આવતી અને ફિલ્મોમાં શું ખુટે છે,
એ વિચારીને દર્શકોનાં સ્થાને પોતાને મુકીને ફિલ્મ મેકરે દર્શકો માટે ફિલ્મ બનાવી હોય તેવું કહીશ તોય અતિશયોક્તિ ભરેલું નથી. ફિલ્મ વિશે વધું વાત કે રિવ્યુ નથી કરવો પણ ફિલ્મનો વિષય જ એવો છે કે દરેકે દરેક મહિલા; જે બિઝનેસ વુમન હોય કે નોકરિયાત મહિલા કે પછી હાઉસ વાઈફ અને એથીય વિશેષ જે મહિલાઓ છુટક મજુરી કરે છે એ દેરેકે દરેક મહિલાને સ્પર્શી જાય એવો વિષય છે.
ફિલ્મમાઅં વિદ્યા પાઠક એટલે તમે જ – તમે કોઈક ના પત્ની હશો, કોઈક ના મમ્મી, તો કોઈક ના બહેન – ભાભી – કાકી – મામી – માસી – દાદી… આ સફર તમારી જ છે એવું ફિલ કરાવશે આ ફિલ્મ….અને પુરુષોએ પણ ખાસ જોવા જેવી છે આ ફિલ્મ કેમકે એ પણ કોઈનાં દિકરા, પતિ, ભાઈ કે કોઇપણ પુરુષ મિત્ર વચ્ચે સંબંધ હશે જ એટલે એ પણ સમજી શકશે…તો ચોક્કસથી જોવા જેવી ફિલ્મ છે રિલીઝ થાય એટલે જજો જોવાં.
સૌથી વધું જો કોઈ અભિનંદનને પાત્ર હોય તો એ છે ફિલ્મના રાઈટર & ડિરેક્ટર Chinmay P Purohit જે લોકોએ ઓક્સિજન ફિલ્મ જોઈ હોય તેમને ખબર હોવી જ જોઈએ કે તેમનું રાઈટીંગ અને ડિરેકશન કેવું છે. મને વર્ષો પહેલાં ગમેલી ફિલ્મ ઓક્સિજન હતી અને ઘણાંને સજેસ્ટ પણ કરી હતી કે એ ફિલ્મ જોઈ ત્યારે તો હું ઓળખતો પણ ન્હોતો. ખુબ સરસ ચિન્મયભાઈ અને અભિનંદન 💐
અનુજ ઠાકર
.
















