Breaking NewsEntertainment

ગુજરાત માં નહી પણ સમગ્ર વિશ્વમાં સૌથી લોક પ્રિય નામના ધરાવનાર એવા ઉત્તર ગુજરાત ના લોક ગાયિકા: દિવ્યા ચૌધરી

દિવ્યા ચૌધરી ખુબ સરળ સ્વભાવ અને બધા સાથે હળી મળીને રેવું એવી ઓળખ ઉભી કરી છે  સિંગર દિવ્યા ચૌધરી એક સિંગર ની સાથે એક સામાન્ય વ્યક્તિ તરીકે રહે છે એક લોક પ્રિય વ્યક્તિ હોવા છતાં એક દમ સરળ રીતે વ્યક્તિત્વ ધરાવે છે

દિવ્યા ચૌધરી મહેસાણા જિલ્લાના ખેરાલું નજીકના ગામડા મંડાલી ના વતની છે દિવ્યા ચૌધરી નો સુરીલો કંઠ સમગ્ર વિશ્વમાં માં છવાયો છે દિવ્યા ચૌધરી નાન પણ થી ભણતર ની સાથે સંગીત કલા જગત માં ખુબ રૂચિ ધરાવે છે

દિવ્યા ચૌધરી મિકેનિકલ એન્જીનીયરિંગ ની ડિગ્રી ધરાવે છે અને પરીવાર દ્વારા તેમને ખુબ સાથ અને સહકાર મળ્યો છે

દિવ્યા ચૌધરી પોતે ઘણા ગુજરાતી ગીતોને પોતાના સુરીલા આવજ દ્વારા સુપર હિટ બનાવ્યા છે. જેમાં અફસોસ,ગોગા નો પાવર, ચૌધરી ની એન્ટ્રી, “ભગવાન પણ ભૂલો પડ્યો”, દેશી પતંગીયું, ફિકુ પડે બોલિવુડ,મને સાંભળે માખણ ચોર, આંખલડી, છોડી દે મારો છેડો, રાહ જોવે છે રાધા, બોલિવુડ મેસ્પ,પ્રેમ તો અધુરો રહ્યો,હાલ ને કાના રમવા, ધોતિયા વાળો ગમતો નથી,


મને ગર્વ છે ગોગા નો,મારા રામ ક્યાં રહી ગયા, દ્વારિકા કો નાથ મારો ભગવાન, બાય બાય ગુજરાતી ગીત, માણસ બોલી ફરી જાય પણ માતા નો ફરે,મારા વાલા, બાજે ડમરું, રૂપાળા રાધા રોાણી, ઉડે રે ગુલાલ, ઘણા બધા ગીતો માં પોતાનો સુરીલો કંઠ આપ્યો છે અને તેમની યુ ટ્યુબ માં પોતાની ચેનલ D C Digital માં પણ તમે ગીતો નિહાળી શકો છો અને યુ ટ્યુબ માં દિવ્યા ચૌધરી સર્ચ કરી પણ નિહાળી શકો છો

તેમના ઘણા બધા ગીતો મિલિયન માં લોકો એ પોચાડી દિવ્યા ચૌધરી ને પ્રેમ લાગણી અને સાથ સહકાર આપ્યો છે

આવનારા દિવસોમાં માં તેમના ચાહકો માટે નવા આલ્બમ ગીતો લાવી રહ્યા છે દિવ્યા ચૌધરી નું કેવું મારા ચાહકો નો મને ખુબ પ્રેમ અને લાગણી મળી છે આજે હું જે પણ છું મારા ઈષ્ટ દેવ મારા કુળદેવી અને માતા પિતા ના આશીર્વાદ થી અને મારા ચાહકો ના સાથ સહકાર થી છું મારો બધો શ્રેય આ બધા ને છે

દિવ્યા ચૌધરી એ કોરોના લોક ડાઉન માં ઉત્તર ગુજરાત માંથી તેમની પરમેનન્ટ રિધમ ટીમ ને અને તેમની સાથે સંકળાયેલા જરૂિયાતમંદ કલાકારો ને જીવન જરૂયાત ની કીટ આપી એક પરીવાર ના સભ્ય તરીકે ની જવાબદારી નિભાવી દિવ્યા ચૌધરી નું કેવું છે આપડા ભેગા કોઈ પણ વ્યક્તિ કામ કરે નાનો હોઈ કે મોટો બધા ને એક સરખા માને છે

દિવ્યા ચૌધરી સિંગર સાથે એક શ્રેષ્ઠ ગૃહિણી પણ છે તે પોતે પોતના ફાર્મ હાઉસ માં દેશી ચુલા પર રસોઈ બનાવી જમાડવાના શોખીન છે અને સારું જમવાનું બનાવી જમાડી ખુબ આનંદ અનુભવ કરે છે તેમનું કહેવું છે આપડા આંગળે કોઈ પણ આવે જમીને જવું જોઈએ.

દિવ્યા ચૌધરી એક શ્રેષ્ઠ ગાયિકા તરીકે પોતાના અવાજ ની મીઠાશ લોકો સુધી પહોંચાડે છે.
લગ્ન પ્રસંગ માં દાંડિયારાસ, સંતવાણી, સ્ટેજ પ્રોગ્રામ તેમજ ડી.જે સહિત અનેક જગ્યાએ પોતાના સુરીલા અવાજ થી લોકોને સંગીત નું રસપાન કરાવે છે.

હાલ માં  દિવ્યા ચૌધરી નવરાશ નો સમય પોતા વ્હાલા પુત્ર શ્લોક ચૌધરી સાથે પોતાના ફાર્મ હાઉસ પર પસાર કરેછે. શાંત તેમજ કુદરતી વાતાવરણ માં રહેવાનું દિવ્યા વધારે પસંદ કરે છે

સિંગર દિવ્યા ચૌધરી ની આપ સોસિયલ મીડિયા મારફત ફોલો કરીશકો છે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર સહિત ના સોસિયલ મીડિયા એપ પર દિવ્યા ને આપ ફોલો કરી શકો છો

દિવ્યા ચૌધરી એ જી એક્સ્પ્રેસ ન્યુઝ પેપર અને ચેનલ માં પોતાના જીવન શૈલી વિશે વાત કરી હતી તેમનું આ સ્પેશીયલ ઇન્ટરવ્યુ જી એક્સ્પ્રેસ ન્યુઝ પેપર અને ચેનલ ના ચેરમેન હેમરાજસિંહ વાળા અને મેનેજીંગ ડાયરેકટર બિનલબા હેમરાજસિંહ વાળા અને જી એક્સ્પ્રેસ ન્યુઝ ના ચેનલ હેડ જાકિર મિર તેમજ યુવા રિપોર્ટર અભિષેક ડી પારેખ, પાટણ જિલ્લાના ના જી એક્સ્પ્રેસ ના રિપોર્ટર દિનેશ ચૌધરી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે

વધે તમારી નામના એવી જી એક્સ્પ્રેસ ન્યુઝ પરીવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 378

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *