રિપોર્ટ: અનુજ ઠાકર.
ગુજરાત બિઝનેસ ગ્લોરી એવોમાં અભિનેત્રી રીના સેમના વરદ હસ્તે “બેસ્ટ એક્ટર્સ એવોર્ડ” અને ગુજરાતી ફિલ્મ માટે બેસ્ટ ન્યુ પ્લેબેક સિંગર એવોર્ડ મેળવનાર કશિશ રાઠોડ ગુજરાતની ગૌરવશાળી અભિનેત્રી, કવિયત્રી, ગાયિકા, લેખિકા સાથે સાથે સમાજસેવિકા પણ છે.
તેમજ કશીશ રાઠોડ હમરાહી ફાઉન્ડેશનની સ્થાપક છે. ગુજરાતી ફિલ્મોમાં ચેલેન્જંગ રોલ અદા કરનાર કશીશને બાળકો અને ઝુપડપટ્ટી માં રહેતા લોકોની સેવા કરવી તેમજ મદદરૂપ થવું ખૂબ ગમે છે. તે પોતાના જન્મદિવસ નિમિત્તે બાળકોને મીઠાઈ તેમજ ભોજન કરાવીને પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે.