૨૮ જૂન, મલ્હાર ઠાકર અને પૂજા જોષી માટે માત્ર જન્મદિવસ જ નહિ, પણ જીવનના એક નવા અધ્યાયની શરૂઆત પણ સાબિત થયો. ગુજરાતી સિનેમાના આ લોકપ્રિય જોડીદારે પોતાના જન્મદિવસે એક હૂંફાળું અને સર્જનાત્મક સાહસ – “Kooffee Cafe” નું ઉદ્ઘાટન કર્યું.
આ કેફે એક એવી જગ્યા છે જ્યાં કોફીના અનોખા સ્વાદ સાથે ગુજરાતી ફિલ્મોની યાદગારીનો મેસેજ પણ સંવાઈ રહ્યો છે. અહીં આવતા દરેક મહેમાન માટે વાતાવરણમાં કલાત્મકતા, હૂંફ અને સર્જનાત્મકતાનો મિસ્રણ જોવા મળે છે.
આ ભવ્ય પ્રસંગે અનુજ ઠાકર અને પિનાકીન ભાઈ ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ મલ્હાર અને પૂજાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને નવા વેંચર માટે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
“Kooffee Cafe” માત્ર કેફે નહિ, પણ એક એવી જગ્યા બની રહેશે જ્યાં દરેક ઘૂંટમાં લાગણી, યાદો અને આનંદ છુપાયેલો હશે. અત્રે ઉજવણીની સાથે નવા સપનાની શરૂઆત થઈ છે – જ્યાં કોફી અને કલાની સુગંધ એકસાથે માણવા મળશે.