Entertainment

જિંદગીની પ્રાઇવસી ક્યાં રહી.

જિંદગીનું સરવૈયું

પ્રાઇવસી આ શબ્દ સાંભળતા જ આપણા માનસ પર એક અલગ છાપ છોડી દે છે. પ્રાઇવસી એટલે આપણી વચ્ચે કોઈ ન આવે એવી વાત કે વસ્તુ.
આપણે ઘણીવાર સાંભર્યું હશે કે મને પ્રાઇવસી નહી મળતી તમે સમજો મને થોડોક સમય આપો.આવા શબ્દ આપણે આજકાલ બોલતા રહીએ છીએ પરંતુ આ શબ્દોનો મર્મ એક પેઢીને સમજવાની તો દૂર પણ એમને કોઈ જાણ શુદ્ધા ન હોય અને એ પેઢી એટલે આપણા વડીલ સમાન એવા માતા પિતા કાકા કાકી કે કોઈપણ વ્યક્તિને તમે લઇ શકો છો એમના મનમાં પ્રાઇવસી શબ્દોથી બસ એકજ વાત મનમાં ચાલશે કે અમારા સમયે તો આવું ક્યાંક સાંભળવાનું તો દૂર પણ વિચાર પણ કર્યો ન હતો.

આપણે હવે અધુનિકરણમાં રહેતા થયા છીએ જ્યાં ઘરોમાં હવે આપણને પ્રાઇવસી મળે છે પણ આપણા મનમાં નહીં મળતી અરે ઘરમાં રહેતાં વ્યક્તિ વચ્ચે બસ ફોનથી સ્ટોરી આપ લે થાય છે પણ મનની સ્ટોરી નહિ આપ લે થતી.
ઘરમાં રહેતા 5 વ્યક્તિની સાથે કામની વાતો થાય જે પહેલા જેવી નહિ રહી.
વ્યક્તિ મોજશોખ માટે બહાર ફરે છે પણ મનની મોજ મસ્તી માટે એ રોજ મરે છે ક્યાંક પોતાના જ બાહ્ય દેખાવના આવરણમાં તેમના અંતરનું આવરણનું અંતર હવે વધતું જાય છે પારિવારિક પ્રસંગ પણ પારિવારિક કરતા દેખાવમાં થતા ચાલ્યા.
જ્યાં આપણે ઘરમાં પોતાનો રૂમ કહીએ છીએ ત્યાં તો આપણે સોશિયલ મીડિયામાં પોતાની અલગ છબી બતાવીએ છીએ.જ્યાં બધું દુનિયા જોતી ન હતી પણ હવે ડિજિટલીના માધ્યમથી ન જાણવાની વાત પણ જાણતા સમજતા થઈ ગયા છે જ્યાં વડીલનો ખચકાટ હતો ત્યાં હવે વડીલનો અક્ષોભ પણ ક્યાંક ડરના ભાવે વધી રહ્યો છે.

હવેની લાઈફ લાઈફ નહિ રહી પણ લાફિંગ બની રહી છે લોકો હળવા કરતાં મનથી રોજ એક મોત મરે છે જે આજકાલનું સોશિયલ મીડિયાની સાથે સગપણ અને પરિવારથી છૂટા થતાં ચાલ્યા જાય છે.પણ શું આપણે આપણા મોજશોખથી આપણે ક્યારેક એવા વ્યક્તિને અવગણીએ છીએ? જેનું જિંદગીનું મૂલ્ય આપણે છીએ અને એમના જિંદગીનું ઋણ ચૂકવવાની જગ્યાએ આપણે જ એમની સાથે એ રીતે વર્તન કરીએ કે એમને સમજણની બહાર રહી જાય છે એમની જિંદગી અને અત્યારની લાઈફમાં વર્ષો કરતાં રૂપિયાનો ફેર વધુ પડે છે.

વધુમાં કહું તો સમય સાથે ભલે ચાલો પણ સમય સાથે વ્યક્તિને પણ સાચવવી એ આપણી નૈતિક ફરજની સાથે કર્તવ્ય પણ છે જો આપણે આપણી પ્રાઈવસીની વાત કરીશું તો અત્યાર સુધી સાચવેલ એમની પ્રાઈવસીનું શુ?
વિચારજો એકવાર ફરી મળીશું નવા જીવનના અધ્યાય સાથે
જય શ્રી કૃષ્ણ

ગાયત્રી પટેલ સુરત

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

संगीत की दुनिया के लीजेंडस ने यादगार बना दिया एवरग्रीन म्यूजिक अवॉर्ड सीजन 3 को। दिखे गायिकी के कई रंग।

मुंबई, वीएस नेशन मीडिया ग्रुप और ताल म्यूजिक एंड फिल्म्स के संयुक्त तत्वाधान में…

સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનો શુંભારંભ,સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીરના સૂરમાં રંગાયું સિદ્ધપુર શહેર ….

એબીએનએસ,પાટણ : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર…

1 of 55

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *