Entertainment

“ક” એટલે કાગળ, કલમ અને કવિતા. (કવિ સંમેલન નહીં પણ સૌના હૃદયને સ્પર્શી યાદગાર બની ગયેલો મહોત્સવ)

અંકિતા મુલાણી “રિચ થીંકર”

વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જે. ડી. ગાબાણી લાયબ્રેરીના સયુંકત ઉપક્રમે સુરત ખાતે “ક” એટલે કાગળ, કલમ અને કવિતા શીર્ષક હેઠળ કવિ સંમેલન યોજાયું હતું.

સ્વાતીબેન જીયાણી એ મજાની માતાજીની સ્તુતિ પ્રસ્તુત કરું હતી. દીકરી ગુણા ચાર્મી ગુજરાતી ભાષાને જીવંત રાખવા બાબતે વાતો કરી હતી.

મુખ્ય મહેમાન તરીકે સુરતના ક્રાઈમ બ્રાન્ચના ઓફિસર એવા શ્રી. હાર્દિકભાઈ સભાડીયા તેમનો અમૂલ્ય સમય ફાળવીને અંત સુધી ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોમાં શિક્ષકો, ડૉક્ટરો, ઉદ્યોગકારો, કવિઓ, લેખકો, ગઝલ સમ્રાટ, એન્જિનિયરો, કલાસ 2 ઓફિસર, કુક, સમાજ સેવકો, ટ્રસ્ટીગણ, વડીલો અને અસંખ્ય અલગ અલગ ક્ષેત્રોમાંથી વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રેમ, ભાષા, મા, સંસ્કૃતિ, મહાદેવ, શિક્ષણ, કૃષ્ણ, મોરપીંછ વગેરે જેવા મજાના વિષયો આવરી લઈને કવિઓએ પોતાની આગવી શૈલીમાં કવિતાઓ, મુક્તકો અને ગઝલો પ્રસ્તુત કરીને સૌને કવિતાસાગરમાં સ્નાન કરાવ્યું હતું.

કવિગણ તરીકે ડૉ. હર્ષરાજ સુતરિયા, પ્રશાંત મુંગરા, અમિત બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા. દરેક નવોદિતને ગુજરાત રાજ્ય ઓળખે એ હેતુથી માતૃભાષા દીને આ નવોદિત કવિઓને પોતાની કવિતાઓ રજૂ કરવા માટે આમંત્રિત કરાયા હતા.

કાર્યક્રમની વિશેષતા :
૧) “ફૌજી-ચા” બ્રાન્ડે મજાની વેફર કપમાં સૌને ચા પીવાનો ખાસ આગ્રહ કર્યો હતો.

૨) ઉપસ્થિત દરેક મહેમાનોને મોરપીંછ વડે અક્ષત કંકુમનું ભાલે તિલક કરાયું હતું.

૩) દરેક મહેમાનોએ 12×6 ફૂટના બેનરમાં ગુજરાતી ભાષામાં હસ્તાક્ષર કરીને માતૃભાષા પ્રેમ વ્યક્ત કર્યો હતો.

૪) આવનારા દરેક મહેમાનોને પ્રકૃતિના જતનના ભાગ રૂપે ૧૦૦૧ કૈલાસપતિ વૃક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું.

૫) કાર્યક્રમ સમાપન સમયે ઉપસ્થિત દરેક મહેમાનો રાષ્ટ્રગીત ગાઈને છુટા પડ્યા હતાં.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરાગભાઈ પાનસૂરિયાએ કર્યું હતું. તેની વાણી, તેની બોલવાની છટા, વિષય ઉપરનું પ્રભુત્વ અને તેનું સંચાલન કબીલ-એ-દાદ હતું.

સુરત મુકામે યોજાયેલા વિશ્વ માતૃભાષા દિવસના સમગ્ર કાર્યક્રમનું સંયોજન અંકિતા મુલાણીએ કર્યું હતું. સૌના સહકાર થકી જ આ ઉત્સવ મહોત્સવમાં પરિણમ્યો છે. આપ સૌની આભારી. આપ સૌ તરફથી આવો જ સ્નેહ મળતો રહે અને આપ ભળતા રહો તેવી અભ્યર્થના સહ સૌની સહૃદય આભારી.

વિશેષ આભાર : ગુજરાત સાહિત્ય અકાદમી ભાગ્યેશ જહાં, જે. ડી. ગાબાણી પુસ્તકાલય તેમજ ડૉ. હર્ષરાજ સુતરિયા, અમિત બાબરીયા, પ્રશાંત મુંગરા, સ્વાતી જીયાણી, ચાર્મી ગુણા, ઋત્વિ દેસાઈ, મોનીકા સવાણી અને ટિમ, પરાગ પાનસૂરિયા, અસ્મિતા કોટડીયા અને ટીમ, જયદીપ વાડોદરીયા, જય વેકરીયા, ફૌજી ચા, આમંત્રિત દરેક ગુજરાતી ભાષાના ચાહક, વાહક અને પ્રવાહક અને વહાલો નિખિલ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

संगीत की दुनिया के लीजेंडस ने यादगार बना दिया एवरग्रीन म्यूजिक अवॉर्ड सीजन 3 को। दिखे गायिकी के कई रंग।

मुंबई, वीएस नेशन मीडिया ग्रुप और ताल म्यूजिक एंड फिल्म्स के संयुक्त तत्वाधान में…

સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનો શુંભારંભ,સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીરના સૂરમાં રંગાયું સિદ્ધપુર શહેર ….

એબીએનએસ,પાટણ : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર…

1 of 55

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *