રિપોર્ટ: અનુજ ઠાકર.
અમદાવાદમાં આવનારા 11 ઓક્ટોબર, શનિવારના રોજ યોજાનારા ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને શહેરમાં VIP મૂવમેન્ટ અને ટ્રાફિકની ભારે અવરજવર રહેશે.
આ કારણે નાગરિકોની સુવિધા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે તંત્રે કાંકરિયા તળાવ વિસ્તાર 11 ઓક્ટોબરે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
તંત્રના નિર્ણય અનુસાર, કાંકરિયા તળાવ, કિડ્સ સિટી અને પ્રાણી સંગ્રહાલય (ઝૂ) શનિવારના દિવસે બંધ રહેશે.
શહેરમાં મોટા પ્રમાણમાં VIP હાજરીને પગલે ટ્રાફિક ડાઈવર્ઝન અને સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવશે.
નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ 11 ઓક્ટોબરે કાંકરિયા તળાવની મુલાકાતનું આયોજન ન કરે, તેમજ શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરે.