26 જુલાઈ ૨૦૨૩ કારગિલ વિજય દિવસે ઓનલાઈન કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું સમય સવારે8.00 થી 10.30 વાગ્યા સુધી ઓનલાઈન કવિ સંમેલન કાર્યક્રમ ચાલ્યો. મુખ્ય મહેમાન ડૉ ગુલાબચંદ પટેલ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા , સરસ્વતી વંદના ઉષા દાવડા જી દ્વારા કરવામાં આવી બધાં મહાનુભાવો નું પુષ્પવર્ષાથી સ્વાગત પ્રીતિ પરમાર દ્વારા મહેમાન પરિચય અધ્યક્ષ ડૉ. શૈલેષ વાણીયા શૈલ દ્વારા આપવા માં આવ્યો હતો. કુલ 25 કવિમિત્રો એ પોતાની રચનાઓ પડદા પર મુકી હતી. વોટશોપ ગ્રુપ 416 થી ખીચોખીચ ભરેલ હતું.
ચાલુ કાર્યક્રમમાં સંસ્થા પ્રમુખ દ્વારા ડિજિટલ પ્રમાપત્ર નું વિતરણ કરવામાં આવ્યું. હતું. કાર્યક્રમના અંતે આભારવિધ મણિલાલ શ્રીમાળી મિલન દ્વારા કરવામાં આવી હતી .રચના મુકનાર ગુજરાત, ઉત્તરાખંડ. કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી, બિહાર, પંજાબ વગેરે રાજ્યોના કવિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાષ્ટ્રગાન ધરા વાણીયા ‘ધીર’દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ભારત માતા ની જય નાદ સાથે છુટા પડ્યા.