રિપોર્ટ અનુજ ઠાકર.
ટાફ : Travel, Art, Fashion, Food ના સહયોગથી જીએસટીવી કેમ્પસ ખાતે આવેલા કલા સ્મૃતિમાં રવિવારે સાંજે આવનારી ગુજરાતી ફિલ્મ ‘રહસ્યમ’ના કલાકારો સાથે તુષાર દવેનો રસપ્રદ અને મસ્તીભર્યો સંવાદ યોજાયો હતો.
“માઇક, કેમેરા, એક્શન – એન્કાઉન્ટર વિથ રહસ્યમય” આ માત્ર ચર્ચા કે પોડકાસ્ટ નહીં પરંતુ લાઈવ ફિલ્મ જોતાં હોઈએ એવી જ મજા મસ્તી અને આશ્રય અને હાસ્યથી ભરપૂર વાતચીત બની રહી.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રતિભાશાળી સર્જકો અને કલાકારોએ પોતાની સર્જનયાત્રા, સંઘર્ષ અને અનુભવની મઝેદાર વાતો સાથે અનેક જે જાહેરમાં નથી આવી એવી પણ વાતો રજૂ કરી..
આમ તો તુષાર દવે પત્રકારત્વ જગતમાં સતાને સવાલ કરવાનો હોય કે પછી ફ્લેગબેરર બનવાનું હોય તો એમાં તીખા અને છોતરાં કાઢી નાખે એવા લેખ લખવામાં જાણીતું નામ છે. એવી જ રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પણ તુષાર દવેનાં ફિલ્મ રીવ્યુ હોય કે પછી વેધકતા ભર્યા તથા સચ્ચાઇ ભર્યા સવાલો પુછવાના હોય તો તુષાર દવેનું નામ અગ્રેસર છે.
અહીં પ્રોગ્રામમાં સપના વ્યાસ અને તુષાર દવે વચ્ચે ખાસ નોક-જોકની કેમિસ્ટ્રી જોવા મળી, તુષાર દવેના ચબરાખ સવાલાનો સપના વ્યાસે ખૂબ ચાલાકી પુર્વક કે પછી શાતિરતા પુર્વક જવાબ આપ્યા હતાં જે એ દસ પંદર મિનિટ સંવાદ મજાનો રહ્યો.
કલ હો ના હો ફેમ નિખિલ અડવાણીની ફિલ્મ ‘ડી ડે’ સાથે જોડાયેલા પ્રતિભાશાળી એક્ટર-ડિરેક્ટર આસિફ સિલાવત. તથા માત્ર 25 વર્ષની ઉંમરે હિતેન કુમાર સ્ટારર ફિલ્મના પ્રોડ્યુસર બનેલા, સુરતી એક્ટર-ડિરેક્ટર ઉત્સવ નાયક, અને Sensation before Instagram તરીકે જાણીતી હેલ્થ કોચ, ઈન્ફ્લુએન્સર, એક્ટ્રેસ અને ફિલ્મ પ્રોડ્યુસર સપના વ્યાસ આ ત્રણે મહેમાનોએ ગુજરાતી ફિલ્મલાઇનના ઉતાર-ચઢાવ, સ્વતંત્ર સર્જક તરીકેના સંઘર્ષ, ડિજિટલ યુગમાં સર્જનાત્મકતાની નવી દિશાઓ અને ઇન્ડસ્ટ્રીના ભૂતકાળ-ભવિષ્ય પર મન મુકીને ચર્ચા કરી હતી.
ડિરેક્ટર આસિફ સિલાવત એ પોતાની આવનારી ફિલ્મ ‘રહસ્યમ’ તેમજ અગાઉના અન્ડરરેટેડ અને અસફળ પ્રોજેક્ટ્સ વિશે પ્રમાણિકતાથી ખુલાસો કર્યો અને ચર્ચા કરી. અભિનેતા ઉત્સવ નાયકે ગુજરાતી ફિલ્મોમાં નવા પ્રકારની કન્ટેન્ટ સર્જવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જ્યારે સપના વ્યાસે સ્વસ્થ જીવનશૈલી અને સર્જનાત્મક કારકિર્દી વચ્ચે સંતુલન જાળવાની પ્રેરણાદાયી વાતો રજૂ કરી.
કાર્યક્રમમાં ફિલ્મપ્રેમીઓ, યુવા સર્જકો અને ટાફના સભ્યોની વિશેષ હાજરી રહી હતી. કાર્યકમના અંતે ટાફ સભ્ય નરેન્દ્ર તેલીના આઉટલેટ ‘હરી ઓમ દાબેલી’ દ્રારા દરેક માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.