આજના યુગમાં યુવતીઓ માટે પોતાની પ્રતિભા દેખાડવા અને આત્મવિશ્વાસના પાંખે ઉડાન ભરવા માટે વિવિધ મંચો ઉભા થઈ રહ્યા છે. આવા જ એક ખાસ મંચનો ભાગ બની રહેલું છે – મિસ ઇન્ડિયા લીગેસી યુનિવર્સ ૨૦૨૫, જેનું પોસ્ટર લોન્ચ સમારોહ ભવ્ય રીતે અમદાવાદ ખાતે યોજાયું.
આ બ્યૂટી પેજન્ટના ફાઉન્ડર હિરેન પરીખ અને કોફાઉન્ડર મિસ દીપિકા પાટીલ દ્વારા આયોજિત આ સમારોહ ખૂબ જ ઉત્સાહભેર ઉજવાયો. આ પ્રતિષ્ઠિત ઈવેન્ટ માટે જાણીતી એક્ટ્રેસ જાહ્નવી ચૌહાણને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવી છે, જે ઉદ્યોગજગત માટે ગૌરવની વાત છે.
આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા ડિસેમ્બર ૨૦૨૫માં ગોવામાં યોજાશે, જેમાં ભારતભરથી ૨૦૦થી વધુ યુવતીઓ ભાગ લેશે. આ બ્યૂટી પેજન્ટ ખાસ કરીને ૧૮થી ૩૫ વર્ષની વયવર્ગની યુવતીઓ માટે છે, જે પોતાની આત્મવિશ્વાસ, પ્રતિભા અને વ્યક્તિત્વ દ્વારા રાષ્ટ્રીય સ્તરે પોતાનું સ્થાન બનાવી શકે છે.
પોસ્ટર લોન્ચ સેરેમનીમાં ૧૨૫થી વધુ વિશિષ્ટ મહેમાનોની હાજરી રહી હતી. મુખ્ય મહેમાનોમાં ફિલ્મ અને ફેશન જગતના જાણીતા મહાનુભાવો કેયુરભાઈ દેસાઈ , જીમીલ જોશી, લોકપ્રિય ગાયક અરવિંદ વેગડા, જાણીતા ફિલ્મ કલાકાર નિસર્ગ ત્રિવેદી (નિશુ બાબા) અને ટાફ ગૃપના એડમીન તન્મય શેઠ અને દર્શિની શેઠ ટાફ સોશિયલ મીડિયા ટીમ ના સભ્યો સહિત ઉપસ્થિત રહ્યા હતા, જેનો કાર્યક્રમમાં વિશેષ ઉમેરો થયો.