Entertainment

પાટણ મોરલો ગૃપ દ્રારા દશનામ ગોસ્વામી સમાજ ના કલાકારોને ગોસ્વામી સ્ટાર એવોર્ડ- 2024 થી સન્માનિત કરાયા..

સંગીત પ્રેમી મહાનુભાવો એ ઉપસ્થિત રહી દશનામ ગોસ્વામી સમાજના કલાકારોને પ્રોત્સાહિત કયૉ..

પાટણ તા. 28
પાટણ એપીએમસી ના ઓડીટોરીયમ એસી હોલ ખાતે રવિવારે ઉતર ગુજરાત ના ખ્યાતનામ મોરલો ગૃપના ચેરમેન શૈલેષ ગોસ્વામી એ પોતાના માતૃશ્રી ના આશીર્વાદ સાથે દશનામ ગોસ્વામી સમાજના લોક
ગાયક,લોકગાયીકા,અભિનેતા,અભિનેત્રી સહિતના કલાકારો ને પ્રોત્સાહિત કરવા માટે ગોસ્વામી સ્ટાર એવોડૅ 2024 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ મા એવોડૅ ફાઉન્ડર GMERS ગાંધીનગર ના CEO ડો. યોગેશાનંદ ગોસ્વામી, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, એપીએમસી પાટણના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, ડો. પિયુષ વ્યાસ, ગોલ્ડન વોઈસ રોક સ્ટાર દેવ પગલી,દિવ્યા ચૌધરી અને માનસી દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી દશનામ ગોસ્વામી સમાજના 60 થી વધુ કલાકારો ને સ્ટાર એવોર્ડ 2024 થી સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી મોરલો ગૃપના ચેરમેન શૈલેષ ગોસ્વામી દ્રારા આયોજિત એવોર્ડ ફંકશન ની સરાહના કરી હતી.

એપીએમસી પાટણ ખાતે આયોજિત આ એવોર્ડ ફંકશનમાં ઉપસ્થિત રહેલા દશનામ ગોસ્વામી સમાજના કલાકારોએ પણ સંગીતના સથવારે પોતાના સુમધુર સુરો રેલાવી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ બનાવી એવોર્ડ ફંકશન ને યાદગાર બનાવતા મોરલો ગૃપના ચેરમેન શૈલેષ ગોસ્વામી સહિત ની ટીમે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 54

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *