બોલીવુડ સ્ટાર મોનિકા બેદી દ્વારા ઉપસ્થિત તમામ કલાકારોને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા
બોલીવુડ ની જાણીતી અભિનેત્રી શિરિન ફરીદ ને મળ્યો એવોર્ડ
મુંબઈ માયાનગરી ખાતે ફિલ્મ દુનિયા ના દિગ્ગજ અભિનેત્રી અભિનેતાઓ એક ઝલક નિહાળવા દર્શકો આતુર હોય છે ત્યારે મુંબઈ ગ્લોબલ પબ્લિકેશન દ્વારા તાજેતરમાં જ મુંબઈ ખાતે ઇન્ડિયન સ્ટાર એવોર્ડ સમારોહ 2025 યોજાયો હતો જેમાં બોલીવુડની દુનિયામાં પડદા પાછળ અને પડદા ઉપર કામ કરતા નાનામાં નાના કલાકારો થી લઈ બોલીવુડના જ કલાકારો ઉપસ્થિત રહ્યા હતું
આ એવોર્ડ શો નું આયોજન મુંબઈ ગ્લોબલ સમાચાર પત્રિકાના સંપાદક અને સીઈઓ રાજકુમાર તિવારી તથા અમિત ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ અભિનેત્રી મોડેલ શિરિન ફરીદ ને બોલીવુડ ની જાણીતી અભિનેત્રી મોનિકા બેદી ના વરદ હસ્તે મુંબઈ ગ્લોબલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે અન્ય કલાકારોને પણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા
બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ ગુજરાત