Entertainment

સંગીત સાથે ખમણનો સ્વાદ : કલાસ્મૃતિમાં મોજ-એ-શંકરા

રિપોર્ટ: અનુજ ઠાકર

કલાસ્મૃતિમાં ગઈકાલે તો સાચે જ મોજ પડી ગઈ. મોજ-એ-શંકરા ની ટીમે એવું મસ્ત માહોલ બનાવ્યો કે સૌ કોઈ આનંદમાં તરબોળ થઈ ગયા.

પણ વાત એટલા સુધી જ નહોતી. મોજને દસગણી કરી દીધી ‘દાસ ખમણ’ ના સરસ અલ્પાહારે, કુલ્લડ ભરેલું નરમ-મસાલેદાર ખમણ, સાથે ફુલવડી, અને ચોળા-મેથીના ઢોકળા જેનો સ્વાદ જીભે ચડીને હૃદય સુધી પહોંચી ગયો હતો.

મિત્રો, વાત માત્ર ખાવાની નહોતી; એ પળોમાં સૌ સાથે બેઠા, હસ્યા, વાતો કરી અને સંગાથનો આનંદ માણ્યો. કલાસ્મૃતિ માત્ર કાર્યક્રમ જ નહીં, પણ યાદગાર ક્ષણોનો ખજાનો બની ગયો.

આ આખું આયોજન કલાસ્મૃતિ અને ટાફ ગ્રુપના સંયુક્ત પ્રયાસોથી શક્ય બન્યું હતું. ટાફના સભ્યો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 63

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *