રિપોર્ટ અનુજ ઠાકર
ગુજરાતી મનોરંજન જગતમાં આજે આનંદભરી ક્ષણો છવાઈ ગઈ છે. લોકગાયકીની લોકપ્રિય દિવા કિંજલ દવેએ જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી છે. જાણીતા અભિનેતા તથા Jojo Appના નિર્માતા ધ્રુવિન શાહ સાથે કિંજલ દવેએ ગોપનીય રીતે સગાઈ કરી હોવાની માહિતી સામે આવી છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં કિંજલ અને ધ્રુવિન સુંદર પારંપરિક વેશભૂષામાં એકદમ દિલકશ લાગી રહ્યા છે. બંનેના ચહેરા પર નવું જીવન શરૂ કરવાની ખુશી સ્પષ્ટપણે ઝળહળી ઊઠે છે. ગાયકાની સગાઈના સમાચાર બહાર આવતા જ ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતમાંથી શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ ગયો છે. ચાહકો પણ ઉત્સાહિત થઈને બે હૃદયોનું મિલન ઉજવી રહ્યા છે.
આ સગાઈ સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને મળ્યો છે એક નવો સ્ટાર કપલ, અને દરેકનું ધ્યાન હવે તેમના લગ્નોત્સવ તરફ વળી ગયું છે. કિંજલ દવે અને ધ્રુવિન શાહને જીવનની આ નવી સફર માટે અમારા તરફથી પણ હાર્દિક શુભકામનાઓ. 🌸✨
















